Manish Sisodia Locker Investigation: દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત ગોટાળાના આરોપી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર 4 સ્થિત પંજાબ નેશનલ બેંકમાં તપાસ કરવા પહોંચ્યા હતા.






નોંધનીય છે કે સીબીઆઈની ટીમ લોકરના રજિસ્ટરની તપાસ કરશે અને તેની સાથે મનીષ સિસોદિયાના બેંક ખાતાની માહિતી પણ એકત્રિત કરશે, તેથી આ કેસમાં સમય લાગી શકે છે. મહત્વનું છે કે આ તપાસ એક્સાઈઝ પોલિસીમાં થયેલા કથિત કૌભાંડને લઈને થઈ રહી છે. બીજી તરફ પત્ની સાથે બેંક પહોંચેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે તપાસમાં કંઈ જ નહીં મળે.


દિલ્હીની ચર્ચાસ્પદ લિકર પોલિસીમાં ગરબડના કેસમાં સીબીઆઈ એક્શનમાં છે. સીબીઆઈએ આ પહેલા ઓગસ્ટમાં જ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં સીબીઆઈએ આ મામલામાં પૂર્વ એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણના ઘર સહિત 7 રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા હતા.


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી વીકે સક્સેનાએ આ નિર્ણય લીધો હતો. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીનું એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા હેઠળ છે.


 


Kartik Aaryan: કાર્તિક આર્યને 9 કરોડની પાન મસાલાની એડને મારી ઠોકર, લોકોએ કહ્યું, દિલ જીતી લીધું


Gandhinagar: ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર, 1 ઓગસ્ટથી પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે


CRIME NEWS: કચ્છમાં આખા પરિવારને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ, અંદર સૂતેલા 3 લોકો ગંભીર રીતે દાઝ્યા


Hit And Run: ચોટીલા પગપાળા દર્શને જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 3ના મોત, 4 ઘાયલ