નવી દિલ્હીઃ CBSE ધો.12ની પરીક્ષાના પરિણામા માટે બનાવવામાં આવેલી સમિતિ 18 જૂને તેમનો રિપોર્ટ સોંપશે.. આ રિપોર્ટના આધારે ફોર્મૂલા તૈયાર કરાશે. જેના આધારે 12માના વિદ્યાર્થીઓના પરીણામ તૈયાર કરાશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે કોરોનાના કારણે પરીક્ષા રદ્દ કરી દીધી છે.
વૈકલ્પિક મૂલ્યાંકન પ્રક્રિયા પર સલાહ સૂચન આપવા માટે બનેલી 13 સભ્યોની સિમિતિ સોમવાર સુધીમાં રિપોર્ટ સોંપી દેશે. પરંતુ હજુ તેમાં થોડીવાર લાગી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઆઈને એક સૂત્રએ જણાવ્યું કે, સમિતિએ રિપોર્ટ સોંપ્યો નથી. પારદર્શી અને નિષ્પક્ષ માપદંડ અપનાવવા અંગ ઘણી ચર્ચા થઈ છે. અંતિમ સૂચના જલદી આપવામાં આવશે.
મોટા ભાગના સભ્યો છે આ પક્ષમાં
સૂત્રએ કહ્યું, સમિતિના મોટાભાગના સભ્યો ધો.10 અને 11માં મળેલા અંકને મહત્વ આપવા તથા પ્રી બોર્ડ તથા આંતરિ પરીક્ષાને આધાર બનાવવાના પક્ષમાં છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે અને થોડા જ દિવસોમાં રિપોર્ટ સોંપી દેવામાં આવશે.
3 જૂને કેન્દ્ર સરકારે આપ્યો બે સપ્તાહનો સમય
હાઈકોર્ટ 12માં ધોરણની પરીક્ષા માટે નિષ્પક્ષ માપદંડ નક્કી કરવા 3 જૂને કેન્દ્ર સરકારને બે સપ્તાહનો સમય આપ્યો હતો.સીબીએસઈએ આ માટે 4 જૂને 13 સભ્યોની ટીમ બનાવી હતી અને રિપોર્ટ સોંપવા માટે 10 દિવસનો સમય માંગ્યો હતો.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471
- એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378
- કુલ મૃત્યુઆંકઃ 3,77,031
દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
દેશમાં 75 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 33માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 90 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
Education Loan Information:
Calculate Education Loan EMI