CBSE 12th Board Exams 2021: દેશભરમાં હાલમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આવનારા સમયમાં હજુ સ્થિતિ કેટલી ખરાબ થશે કે સુધરશે તેને લઈને કોઈ ચોક્કસ આકલન કરવું અઘરું છે. ત્યારે હવે સીબીએસઈ બોર્ડની 12માં ધોરણની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે આખરે બોર્ડની પરીક્ષા થશે કે નહીં. કારણ કે આજે કેટલાક એવા અહેવાલ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષની સીબીએસઈ ધોરણ 12ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જોકે આ મામલે હવે ખુદ સીબીએસઈએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે.


સીબીએસઈએ ટ્વીટ કરીને કહ્યું કે, કેટલાક માધ્યમોમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવાના અહેવાલ આવ્યા છે જેના જવાબમાં કહેવા માગીએ છીએ કે બોર્ડે હાલમાં આવો કોઈ નિર્ણય કર્યો નથી અને આ મામલે જો કોઈપણ નિર્ણય કરવામાં આવશે તો તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


આમ હાલમાં તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. એટલે કે માધ્યમોમાં ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાના જે અહેવાલ ચાલી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી.




નોંધનયી છે કે, આ પહેલા સીબીએસઈ બોર્ડે ધોરણ 10ની પરીક્ષા રદ્દ કરી દીધી હતી અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ટાળી દીધી હતી અને કોરોનાની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ નવી તારીખ જ હેર કરવાની વાત કહી હતી. જોકે હાલની સ્થિતિ જોતા જુલાઈ મહિનામાં પહેલા પરીક્ષા યોજવી શક્ય નથી લાગી રહી.