CDS Bipin Rawat Chopper Crash: તમિલનાડુના કુન્નરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્લેન ક્રેશ થતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે. જનરલ બિપિન રાવતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની સારવાર અંગે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને આરોગ્ય સચિવ સાથે વાત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ તેમને હાઇલેવલની સારવાર આપવાના આદેશ આપવામાં આવ્યા છે. 


હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘટનાસ્થળે જલ્દી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  દુર્ઘટનામાં ચાર લોકોના મોત થાય છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. 


કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની હતા. કહેવામાં આવી રહ્યું છે કે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે વેલિંગ્ટન બેઝ પર લઈ જવામાં આવ્યા છે. ચોથા વ્યક્તિની શોધખોળ ચાલુ છે.


એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર આ આર્મી હેલિકોપ્ટરમાં જે લોકો હતા તેમની યાદી બહાર આવી છે. તેમાં CDS બિપિન રાવત અને તેમના કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારના કેટલાક સભ્યો પણ હતા. જનરલ રાવત ઉપરાંત, હેલિકોપ્ટરમાં સવાર લોકોમાં મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, ગુરસેવક સિંહ, જિતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવાલદાર સતપાલનો સમાવેશ થાય છે.


કોણ કોણ હતું ચોપરમાં ?
બિપિન રાવ
મધુલિકા રાવત
લેફ્ટિનન્ટ કર્નલ હરજીંદર સિંહ
જીતેન્દ્ર કુમાર
વિવેક કુમાર
HAV સતપાલ
બ્રિગેડિયર એલએસ લિડ્ડુર, 
ગુરસેવક સિંહ
બી સાઈ તેજા