Army Chopper Crash: તમિલનાડુના કુનૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ સવાર હતા. આ અંગે ભારત સરકાર સંસદમાં આવતી કાલે સત્તાવાર માહિતી આપી શકે છે, તેમ ન્યૂઝ એજન્સી એએનાઇએ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે. 






 


હવે ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્વારા ટ્વીટ કરીને આપેલી જાણકારી પ્રમાણે, હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોત નીપજ્યા છે. મૃતદેહોની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવશે.






 


હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળેથી 11 લાશો મળી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારતીય વાયુસેનાએ આપેલી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા.

જનરલ બિપિન રાવતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની સારવાર અંગે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને આરોગ્ય સચિવ સાથે વાત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ તેમેન હાઇલેવલની સારવાર આપવાના આદેશ આપવામાં આવ્યા છે. 









હાલમાં એ જાણી શકાયું નથી કે સેનાનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે કે કોઈ ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાંથી આગની જ્વાળાઓ ઉભરાવા લાગી હતી. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે ઘટનાસ્થળે જલ્દી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.






કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની હતા. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર આ આર્મી હેલિકોપ્ટરમાં જે લોકો હતા તેમની યાદી બહાર આવી છે. તેમાં CDS બિપિન રાવત અને તેમના કર્મચારીઓ ઉપરાંત તેમના પરિવારના કેટલાક સભ્યો પણ હતા. જનરલ રાવત ઉપરાંત, હેલિકોપ્ટરમાં સવાર લોકોમાં મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, ગુરસેવક સિંહ, જિતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવાલદાર સતપાલનો સમાવેશ થાય છે.


કોણ કોણ હતું ચોપરમાં ?
બિપિન રાવ
મધુલિકા રાવત
લેફ્ટિનન્ટ કર્નલ હરજીંદર સિંહ
જીતેન્દ્ર કુમાર
વિવેક કુમાર
HAV સતપાલ
બ્રિગેડિયર એલએસ લિડ્ડુર, 
ગુરસેવક સિંહ
બી સાઈ તેજા