નવી દિલ્હીઃ સીબીએસઈ કલાસ 10th અને 12thની બોર્ડ એક્ઝામનું શેડ્યૂલ આજે સાંજે 5 વાગે જાહેર થશે. કેન્દ્રીય શિક્ષા મત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ જાણકારી આપી હતી. બાકી રહેલી બોર્ડની પરીક્ષા 1-15 જુલાઈ વચ્ચે થશે.

માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું, કોરોના સંકટના કારણે સીબીએસઈ બાકી રહેલી પરીક્ષાને લઈ અનિશ્ચિતતા હતી. આજે સવારે અનિશ્ચિતતા દૂર કરતા અને વિદ્યાર્થીઓની ઉત્સુકતાને જોતા અમે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ સાંજે 5 વાગે જાહેર કરી રહ્યા છીએ.

લૉકડાઉન દરમિયાન સીબીએસઈના ટીચર્સ માટે ઓનલાઈન ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્સ પૂરો કરનારા તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન ઈ સર્ટિફિકેટ અપાશે. પાંચ સત્રોમાં સામેલ થવાથી તેને એક દિવસની ટ્રેનિંગ બરાબર માનવામાં આવશે.