નવી દિલ્લી: મોંઘવારી ભથ્થા પર લાગેલી રોકને આજે હટાવી દેવાઇ છે. આ સાથે ત્રણ હપ્તા મળીને 11% મોંઘવારી ભથ્થાને વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આજે PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો છે.
કેન્દ્રીય કર્મચારીઓને લઇને એક સારા સમાચાર છે. મોંઘવારી ભથ્થા પર લાગેલી રોકને આજે હટાવી દેવાઇ છે. મોંઘવારી ભથ્થુ 11ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો.
આજે કેબિનેટમાં મળેલી બેઠકમાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઇ 2020 અને 1 જાન્યુઆરી 2021થી લાગૂ થનાર ત્રણેય હપ્તા પર લગાવાયેલી રોકને હટાવી દેવાઇ છે. આ ત્રણેય હપ્તાની રોક હટાવતા કુલ 11 ટકા મોંઘવારીનું ભથ્થુ વધારવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય સરકારી કર્મચારી અને પેન્શનધારકોને ફાયદો થશે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળમાં મોંઘવારી ભથ્થાના વધારવા પર રોક લગાવી દેવાઇ હતી.ગત વર્ષે એપ્રિલ માસમાં વધારવામાં આવનાર મોંઘવારી ભથ્થા પર રોક લગાવાયા હતી.
શું છે મોંઘવારી ભથ્થુ, Dearness Allowanceવધતી જતી મોંઘવારીમાં ચીજ વસ્તુઓના ભાવ વધતા જાય છે. અને જેની સરખામણીમાં લોકોની આવક ઘટતી જાય છે. જેના સમાન કરવા માટે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. જેથી વધતા ખર્ચ અને આવકને સમાન કરી શકાય. જેથી ભાવ ઉંચા હોવા છતાં પણ લોકો વસ્તુને ખરીદી શકે.
કેવી રીતે નક્કી કરે છે સરકાર મોંઘવારી ભથ્થુમોંઘવારી ભથ્થુ એટલે ડીએની કેલ્ક્યુલેશન માટે સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમ પ્રાઇસ ઇન્ડેક્સ પર બેસ્ડ મોંઘવારી દરને આધાર માને છે અને તેના આધારે પર દર 2 વર્ષે મોઘાવારી ભથ્થુ નક્કી કરવામાં આવે છે.