જ્યારે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને રેલવે સ્ટેશને મૂકવા જાય છે, ત્યારે તેમને પ્લેટફોર્મ પર મૂકવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી જરૂરી છે. પ્લેટફોર્મ ટિકિટ વગર તમારા પરિવારના સભ્યોને રેલવે પ્લેટફોર્મ પર મૂકવા બદલ તમને દંડ થઈ શકે છે. જો તમે પણ તમારા મિત્રો અથવા સંબંધીઓને રેલવે પ્લેટફોર્મ પર મૂકવા જઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે ભારતીય રેલવે ટૂંક સમયમાં પ્લેટફોર્મ ટિકિટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. તેનો હેતુ પ્લેટફોર્મ પર ભીડ ઘટાડવાનો છે. જો રેલવે પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મૂકે છે, તો તમે તમારા પરિવારના સભ્યોને પ્લેટફોર્મ પર છોડી શકશો નહીં.

પ્લેટફોર્મ ટિકિટ પર થોડા સમય માટે પ્રતિબંધ

ભારતીય રેલવેએ  હજી સુધી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ મુંબઈ અને નજીકના વિસ્તારોમાં મધ્ય રેલવેના કેટલાક સ્ટેશનોએ ભીડ ઘટાડવા માટે પ્લેટફોર્મ ટિકિટ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂક્યો છે.

આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દેવામાં આવી છે

મધ્ય રેલવેએ મહારાષ્ટ્રના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર આ પ્રતિબંધ 18 એપ્રિલથી 15 મે સુધી લાદવામાં આવ્યો છે. આ સ્ટેશનોમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT), કલ્યાણ અને પૂણેનો સમાવેશ થાય છે, જ્યાં પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જોકે, કેટલાક લોકો આ પ્રતિબંધ બાદ પણ પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકે છે. જેમાં વૃદ્ધ લોકો, બીમાર લોકો, બાળકો, અશિક્ષિત લોકો અને મહિલા મુસાફરોનો સમાવેશ થાય છે જેઓ પોતાની સંભાળ રાખવામાં અસમર્થ હોય છે, એટલે કે, આવા લોકો માટે, તેમના સંબંધીઓ પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના સંબંધી કે મિત્રોને રેલવે સ્ટેશને છોડવા જાય તો તેને ફરજિયાતપણે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે. ભારતીય રેલવેના મુસાફરોની સુવિધા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. તમને પ્લેટફોર્મ સંબંધિત કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

જો તમે પ્લેટફોર્મ ટિકિટ વગર રેલવે સ્ટેશન પર જાઓ છો તો આવી સ્થિતિમાં તમારે દંડ ભરવો પડી શકે છે. રેલવેના નિયમ અનુસાર, પ્લેટફોર્મ ટિકિટ વગર રેલવે સ્ટેશનમાં જવાની મનાઈ હોય છે.

પ્લેટફોર્મ ટિકિટ કેટલા સમય સુધી માન્ય

લોકોના મનમાં એ સવાલ હોય છે કે, પ્લેટફોર્મની ટિકિટ લીધા પછી તમે કેટલા સમય સુધી પ્લેટફોર્મ પર રહી શકો છો, ઘણાં લોકોને લાગે છે કે, પ્લેટફોર્મ ટિકિટ આખા દિવસ માટે માન્ય હોય છે. પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયા હોય છે. આ ટિકિટ આખા દિવસ માટે નહીં પણ માત્ર બે કલાક સુધી જ માન્ય ગણાય છે.