Aadhaar: કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર ઑથન્ટિફિકેશનને મંજૂરી આપી છે. રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસે આ હેતુ માટે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે સેન્સસ કમિશનર પણ આવા રજિસ્ટ્રેશન માટે આધાર ઑથેન્ટિફિકેશનને સ્વીકારવું જોઈએ.


સરકારનો હેતુ શું છે


આની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓને સુધારવાનો છે અને જીવનને સરળ બનાવવાનું છે જેની મારફતે ભારતીયોના જીવનમાં સુધારો થઇ શકે. દરમિયાન, આધાર જાહેર કરતી સંસ્થા UIDAI લોકોને તેમના મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવા પ્રોત્સાહિત કરી રહી છે જેથી તેઓ વધુ સારી રીતે સામાજિક કલ્યાણ સેવાઓનો લાભ લઈ શકે.


સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધનનો પ્રસ્તાવ


સરકારના ગુડ ગવર્નન્સ રૂલ્સના ડ્રાફ્ટમાં સંશોધન મારફતે આઇટી મંત્રાલયનું કહેવું છે કે સરકારી મંત્રાલય અથવા વિભાગ સિવાયની કોઈપણ સંસ્થા જે લોકોનું જીવન વધુ સરળ બનાવવા માંગે છે અને સેવાઓની પહોંચ વધુ સારી બનાવવાના ઉદ્દેશ્યથી આધાર ઑથેન્ટિફિકેશનનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે આધાર ઑથેન્ટિફિકેશનને માન્યતા આપવામા આવે.


આધાર-પાન લિંકની છેલ્લી તારીખ છે નજીક


આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે તેની ડેડલાઈન ખૂબ જ નજીક આવી ગઈ છે અને લોકો પાસે આ માટે માત્ર થોડા દિવસોનો જ મોકો છે. જોકે ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ આમ કરી શકતા નથી. આવકવેરા વિભાગે પ્રયાસ નિષ્ફળ થવાનું કારણ આપ્યું છે. આ સાથે વિભાગે વૈકલ્પિક પગલાં પણ આપ્યા છે.


1 જુલાઈથી આટલો દંડ


સૌથી પહેલા જાણી લો કે ઈન્કમ ટેક્સ એક્ટ 1961 હેઠળ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી બની ગયું છે. જો તમે 30 જૂન, 2023 સુધી આ નહીં કરો, તો તે પછી તમારું PAN કામ કરવાનું બંધ કરી દેશે. તેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે તેને ભાગ્યે જ આગળ વધારી શકાય છે. જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી, તમારે આ માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial