Pooja Khedkar News: મહારાષ્ટ્રની પૂર્વ IAS ટ્રેની પૂજા ખેડકર પર કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવામાંથી બરતરફ કરી દીધી છે. પૂજા ખેડકર પર IAS (પ્રોબેશન) નિયમ, 1995 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા સંઘ લોક સેવા આયોગ (UPSC) અને દિલ્હી પોલીસે પૂર્વ IAS પૂજા ખેડકરની અગ્રિમ જામીન અરજીનો વિરોધ કર્યો હતો.


UPSC અને દિલ્હી પોલીસે લગાવ્યો છેતરપિંડીનો આરોપ


UPSC અને દિલ્હી પોલીસ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે માત્ર આયોગ સાથે જ નહીં પરંતુ જનતા સાથે પણ છેતરપિંડી કરી છે કારણ કે તે 2020 સુધી બધા પ્રયાસો સમાપ્ત થયા પછી 2021માં સિવિલ સેવા પરીક્ષા (CSE)માં બેસવા માટે અયોગ્ય હતી. છેતરપિંડી અને ખોટી રીતે OBC અને દિવ્યાંગ કોટાનો લાભ લેવાની આરોપી પૂજા ખેડકર હાલમાં અંતરિમ જામીન પર છે.


પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેના ફોટોગ્રાફ, હસ્તાક્ષર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને ખોટી ઓળખ આપીને પરીક્ષામાં બેસવાનો પ્રયાસ કર્યો હતો.


પૂજા ખેડકર પર OBC અનામત અને દિવ્યાંગ કોટાનો સહારો લઈને સંઘ લોક સેવા આયોગની પરીક્ષા આપવાનો આરોપ છે. આરોપ છે કે તેમણે આ સંબંધમાં બધા કાગળો પણ બનાવટી રીતે બનાવ્યા હતા. દિલ્હી પોલીસે પૂજા ખેડકર પર છેતરપિંડીથી સિવિલ સેવા પરીક્ષા પાસ કરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. આ પહેલા, કોર્ટે આ વાત પર ભાર મૂક્યો હતો કે પૂજા ખેડકર તરફથી જમા કરાવેલા બધા કાગળોની તપાસ થવી જોઈએ. UPSCએ 31 જુલાઈએ તેમની ઉમેદવારી રદ કરી અને તેમને ભવિષ્યની પરીક્ષાઓમાં સામેલ થવાથી વંચિત કરી દીધા.


કોર્ટમાં શું બોલી પૂજા ખેડકર?


આ પહેલા પૂજા ખેડકરે ગુરુવારે (5 સપ્ટેમ્બર 2024) દિલ્હી હાઈ કોર્ટમાં કહ્યું હતું કે તે એઇમ્સમાં પોતાની વિકલાંગતાની તપાસ કરાવવા તૈયાર છે. પૂજા ખેડકર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલે દાવો કર્યો કે પોલીસે કેસમાં દાખલ કરેલી પોતાની સ્થિતિ રિપોર્ટમાં તેમને ધરપકડ કરી પૂછપરછ કરવા માટે દબાણ નથી કર્યું અને એવું પણ જરૂરી નહોતું, કારણ કે અધિકારીઓ પાસે બધા રેકોર્ડ ઉપલબ્ધ છે.


આ પણ વાંચો


હરિયાણા ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવાની તૈયારીમાં ખેડૂતો, કરી દીધી આ મોટી જાહેરાત