નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવને લઇને કોગ્રેસને એક મોટો દાવો કર્યો છે. કોગ્રેસ પોતાના દાવામાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ભારે વધારા પાછળનું કારણ ફક્ત ઇન્ટરનેશનલ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ભાવ વધારો જ નહી પરંતુ સરકારની નીતિઓ પણ જવાબદાર છે.

કોગ્રેસે કહ્યું હતું કે 2014ની સરખામણીમાં પેટ્રોલની એક્સાઇડ ડ્યૂટીમાં 211.7 ટકા, જ્યારે ડિઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં 433 ટકાનો વધારો થયો છે. કોગ્રેસના કહેવા મુજબ પેટ્રોલ પર 2014માં જ્યાં એક્સાઇઝ ડ્યૂટી 9.2 રૂપિયા પ્રતિ લિટર હતું જે હવે વધીને 19.48 રૂપિયા પ્રતિ લિટર પર થઇ ચૂક્યો છે. આ પ્રકારે 2014માં ડિઝલ પર એક્સાઇઝ ડયૂટી 3.46 રૂપિયા પ્રતિ લિટર હતી જે હવે વધીને 15.33 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી ચૂકી છે.

કોગ્રેસના આરોપોને આધાર માનવામાં આવે તો જો સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં 2014ની સ્થિતિમાં લઇ જાય તો પેટ્રોલના ભાવમાં 10.42 રૂપિયા અને ડિઝલના ભાવમાં ઓછામાં ઓછું 12 રૂપિયાનો ઘટાડો થઇ શકે છે. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સામે કિંમતો મુદ્દે પર મોદી સરકારને ઘેરવા માટે આજે કોગ્રેસે ભારત બંધની જાહેરાત કરી છે.