ગૃહમંત્રાલયે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે રિવ્યૂ પિટિશન ફગાવ્યા બાદ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવા માટે સમયસીમા નક્કી થાય. સરકારે કહ્યું કે, જો દોષિત દયા અરજી કરવા માંગે છે તો સક્ષમ કોર્ટ દ્ધારા ડેથ વોરંટ જાહેર થયાના સાત દિવસની અંદર કરવામાં આવે. તમામ અદાલતો, રાજ્ય સરકારો, જેલ વહીવટીતંત્રને નિર્દેશિત કરવામાં આવે કે દયા અરજી ફગાવ્યા બાદ સાત દિવસની અંદર ડેથ વોરંટ જાહેર કરવામાં આવે અને તેના સાત દિવસ બાદ તેને ફાંસી આપવામાં આવે. પછી ભલે તેના સાથી દોષિતોની રિવ્યૂ પિટિશન, ક્યૂરેટિવ પિટિશન અને દયા અરજી કોઇ પણ તબક્કામાં હોય.
સુપ્રીમ કોર્ટે 20 જાન્યુઆરીએ નિર્ભયા કેસના દોષિતની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે તે ઘટના સમયે સગીર હતો. અરજી મારફતે તેણે દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો.