ચંદીગઢઃ કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ભારતમં પણ કોરોનાના કેસોમાં ફરી જોરદાર ઉછાળો આવ્યો છે. દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને તમામ રાજ્યોમાં ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ વધારી દેવાનો કેન્દ્ર સકાર દ્વારા રાજ્ય સરકારોને આદેશ અપાયો છે.


કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, રાજ્યોને જરૂર લાગે તો આકરા પ્રતિબંધ લગાવી શકે છે. આ સૂચનાનો અમલ કરીને કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને  હરિયાણા સરકારે પણ પ્રતિબંધ વધારી દીધા છે. વાસ્તવમાં હરિયાણા સરકારે રાજ્યમાં અડધા દિવસનું લોકડાઉન જ લાદી દીધું છે. સત્તાવાર રીતે લોકડાઉન શબ્દ નથી વપરાયો પણ હરિયાણામાં બજારો  સાંજે 6 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો આદેશ જારી કરાયો છે. સાંજે છ વાગ્યા પછી બધું બંધ કરી દેવાનું રહેશે. આ આદેશનો અમલ ગુરૂવારથી શરૂ કરી દેવાયો છે.


રાજ્યમાં કોરોનાના વધતા કેસોને કારમે વહીવટીતંત્રે નવી ગાઈડલાઈન બહાર પાડીને પ્રતિબંધો વધારવાનો આ નિર્ણય લીધો છે. હરિયાણામાં ઓમિક્રોનના કેસ પણ બહાર આવ્યા છે અને તેના કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. વહીવટીતંત્રે સ્પષ્ટ આદેશ આપ્યો ચ છે કે ગુરૂવારથી જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ દુકાનદાર સાંજે 6 વાગ્યા સુધીમાં દુકાન બંધ કરી દેશે.


અગાઉ હરિયાણા સરકારે મહામારી એલર્ટ-સુરક્ષિત હરિયાણા લોકડાઉનને 5 જાન્યુઆરી સવારે 5 વાગ્યા સુધી વધવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં 25 ડિસેમ્બરથી નાઈટ કરફ્યુનો પણ અણલ કરાઈ રહ્યો છે. રાજ્યમાં જાહેર  સમારોહ અથવા કાર્યક્રમોમાં 200થી અધિક લોકોને આવવાની મંજૂરી નથી.


હરિયાણામાં વેક્સિનની બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને જ જાહેર સમારોહ, કાર્યક્રમોમાં સામેલ થવાની મંજૂરી છે. માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશન અનિવાર્ય કરી દેવાયાં આ નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત વ્યક્તિ  વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાય છે અને દંડ સહિતનાં આકરાં પગલાં ભરાય છે. 


આ પણ વાંચોઃ


 


1લી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવાથી લઈને બેંક લોકર્સ સુધી આ નિયમોમાં બદલાઈ રહ્યા છે, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે


 


Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક


Income Tax Department Recruitment 2021: આવકવેરા વિભાગમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી બહાર પડી, 31મી ડિસેમ્બર છેલ્લી તારીખ


 


Wedding Muhurat In 2022: નવા વર્ષમાં 17 જાન્યુઆરી બાદ લગ્ન કરી શકો છો, જાણો આખા વર્ષના લગ્નના મુહૂર્ત