Chandrayaan 3: ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારતના ચંદ્રયાન-3એ બુધવારે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ISROની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ YouTube પર ઇતિહાસ રચ્યો. ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એક સાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.






અત્યાર સુધી YouTube પર બ્રાઝિલ અને કોરિયા વચ્ચેની ફૂટબોલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ એક સાથે 6.15 મિલિયન લોકોએ જોયું હતું, જેને બુધવારે ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગે પાછળ છોડી દીધું હતું. બ્રાઝિલ અને ક્રોએશિયા ફૂટબોલ મેચ ત્રીજા નંબર પર છે, જેને 5.2 મિલિયન લોકોએ જોઇ હતી.


YouTube પર અત્યાર સુધી સૌથી વધુ જોવાયેલ લાઇવ સ્ટ્રીમિંગ


 


ISRO ચંદ્રયાન-3: 8.06 મિલિયન


બ્રાઝિલ વિરુદ્ધ દક્ષિણ કોરિયા વચ્ચેની ફૂટબોલ મેચઃ 6.15 મિલિયન


બ્રાઝિલ વિરુદ્ધ ક્રોએશિયા વચ્ચેની ફૂટબોલ મેચઃ 5.2 મિલિયન


વાસ્કો વિરુદ્ધ ફ્લેમેન્ગો: 4.8 મિલિયન


SpaceX ક્રૂ ડેમો: 4.08 મિલિયન


BTS બટર: 3.75 મિલિયન


જોની ડેપ વિરુદ્ધ એમ્બર: 3.55 મિલિયન


ફ્લુમિનેન્સ વિરુદ્ધ ફ્લેમેન્ગો: 3.53 મિલિયન


કેરિયોકા ચેમ્પિયન, ફાઈનલ: 3.25 મિલિયન


 


સબ્સ્ક્રાઇબર્સ કરતાં વધુ દર્શકો


ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પહેલા સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2.68 મિલિયન એટલે કે લગભગ 26 લાખ હતી, જે હવે સફળ લેન્ડિંગ બાદ વધીને 35 લાખ થઈ ગઈ છે. લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ લગભગ એક કલાક અને 11 મિનિટ સુધી ચાલ્યું હતું અને ઈસરોએ માત્ર એક કલાકમાં સબસ્ક્રાઈબર્સમાં નવ લાખનો વધારો કર્યો હતો. ઇસરોનું લાઇવ ટેલિકાસ્ટ સબસ્ક્રાઈબર્સની સંખ્યા કરતાં ત્રણ ગણા વધુ લોકોએ એક સાથે જોઇ હતી


ISROની યુટ્યુબ ચેનલના 2.68 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે, પરંતુ માત્ર 9 મિનિટમાં જ 2.9 મિલિયન લોકો ચંદ્રયાન-3નું લાઇવ લેન્ડિંગ જોવા માટે ચેનલ સાથે જોડાયા હતા. 13 મિનિટમાં લાઈવ બ્રોડકાસ્ટ જોવા માટે 3.3 મિલિયન લોકો જોડાયા હતા. 17મી મિનિટમાં લગભગ 40 લાખ લોકો લાઈવ જોડાયા હતા. 31 મિનિટ પછી 5.3 મિલિયન એટલે કે 53 લાખથી વધુ લોકો ઈસરોની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોડાયા હતા. 45 મિનિટ પછી 6.6 મિલિયન લોકો લાઇવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. આ પછી થોડી જ મિનિટોમાં દર્શકોની સંખ્યા 80 લાખ સુધી પહોંચી ગઈ.