Chandrayaan-3: ભારતે 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે ઈતિહાસ રચ્યો હતો. હવે ISROના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચંદ્ર પર સફળ ઉતરાણ કરનાર લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર વિશે મોટી વાત કહી છે. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચંદ્રયાન-3 મિશનના અંતનો સંકેત આપતાં દાવો કર્યો હતો કે વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી. તાજેતરમાં, ઇસરોએ ચંદ્ર પર મોકલેલા તેના લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.


રોવર અને લેન્ડર સક્રિય થવાની આશા નથી


ચંદ્રયાન-3 મિશન સાથે સંકળાયેલા પૂર્વ ઈસરોના વડાએ કહ્યું, પ્રજ્ઞાન રોવર અને લેન્ડર વિક્રમના ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી, કારણ કે જો તેને સક્રિય થવાનું હોત તો તે અત્યાર સુધીમાં થઈ ગયું હોત. 22 સપ્ટેમ્બરે, ચંદ્ર પર સફળ ઉતરાણના એક મહિના પછી, ચંદ્રયાન-3 ના લેન્ડર અને રોવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી.


આ મિશન દ્વારા શું પ્રાપ્ત થયું?


પૂર્વ ISRO ચીફ એ.એસ. કિરણે વધુમાં કહ્યું, આ મિશનમાં અમે જે હાંસલ કર્યું છે તે એ છે કે અમે એવા વિસ્તાર (દક્ષિણ ધ્રુવ) સુધી પહોંચી ગયા છીએ જ્યાં કોઈ પહોંચી શક્યું નથી. આ ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી છે. ચંદ્રયાન-2ની સફળતા પછી તે ભવિષ્યના મિશનના આયોજનમાં ખૂબ મદદરૂપ થશે.


 






ભવિષ્યમાં લાભ મળશે


ઈસરોના ભૂતપૂર્વ વડાએ ચંદ્ર પરથી સેમ્પલ લાવવાનું મિશન શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ તેના માટે કોઈ સમય મર્યાદા આપી નહોતી. ISROના ભૂતપૂર્વ વડાએ વધુમાં કહ્યું કે, ISROએ ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ હાંસલ કર્યું છે. હવે ભવિષ્યમાં ચોક્કસ મિશન હશે જ્યારે ત્યાંથી સામાન ઉપાડવામાં આવશે અને પાછો લાવવામાં આવશે. આ અંગે ભવિષ્યમાં અનેક પ્રકારની યોજનાઓ બનાવવામાં આવશે. નોંધનીય છે કે, ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પહોંચીને એક ઈતિહાસ રચી દીધો હતો. જેના પર વિશ્વભરની અવકાશી એજન્સીઓએ ઈસરોને અભિનંદન આપ્યા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial