Chandrayaan 3 Landing:  ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ માટે  ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ 'ભસ્મ આરતી' કરવામાં આવી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 23 ઓગસ્ટના રોજ સવારે 6.04 વાગ્યે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે.






ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે ઉજ્જૈન ઉપરાંત ભોપાલમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મહાદેવની રુદ્રાભિષેક પૂજા એ ઈચ્છા સાથે કરવામાં આવી રહી છે કે ચંદ્રયાનનું ચંદ્ર પર ઉતરાણ સફળ થાય. લોકોએ અહીં મંત્રોચ્ચાર સાથે મહાદેવની વિશેષ પૂજા કરી હતી.


મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સંસ્કૃતિ બચાવો મંચે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગની ઇચ્છા સાથે રુદ્રાભિષેક પૂજન કર્યું છે. આ પૂજામાં પંડિતોએ મંત્રોચ્ચાર સાથે આ રૂદ્રાભિષેક કર્યો હતો અને ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરી હતી કે ભારતનો આ પ્રયાસ સફળ રહે.


કેટલા વાગ્યે શરૂ થશે લાઇવ પ્રસારણ ?


ઇસરોએ જણાવ્યું કે MOX/ISTRAC થી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 5.20 વાગ્યાથી શરૂ થશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)ને વહન કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6.4 કલાકે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ-લેન્ડ થવાનો અંદાજ છે.                     


ચંદ્રયાન 3ના સોફ્ટ-લેન્ડિંગ'નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.


ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3નું 'સોફ્ટ લેન્ડિંગ' એક યાદગાર ક્ષણ હશે. આ માત્ર ભારતીયોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરતું નથી, પરંતુ ચંદ્ર વિશે વધુ જાણવા માટે આપણા યુવાનોમાં ઝનૂન પણ પેદા કરે છે. આ મહત્વપૂર્ણ ઘટનાનું જીવંત પ્રસારણ 23 ઓગસ્ટ, 2023 ના રોજ IST સાંજે 17:27 વાગ્યે શરૂ થશે.ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું કે અહીં ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ખાતે સ્થિત મિશન ઓપરેશન કોમ્પ્લેક્સમાં ઉત્સાહનું વાતાવરણ છે.