Chandrayaan-3 Launching Date And time: આજે ભારત ફરી એકવાર દુનિયામાં પોતાનો ડંકો વગાડવા તૈયાર છે. જો બધું બરાબર રહેશે તો પૃથ્વીની સાથે સાથે ચંદ્ર પર પણ ભારતનો ધ્વજ લહેરાશે. ઈસરોએ પોતાના ચંદ્રયાન-3 મિશનને લૉન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ મિશન ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના અસફળ લેન્ડિંગ બાદ શરૂ કરવામાં આવ્યું હતું. ઈસરોએ આપેલી માહિતી મુજબ ચંદ્રયાન-3ને 14 જુલાઈએ શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરથી બપોરે 2.35 કલાકે લૉન્ચ કરાશે. 


શું છે લેન્ડર અને રૉવરનું નામ - 
માહિતી અનુસાર, ચંદ્રયાન-3ના લેન્ડર અને રૉવરનું નામ ચંદ્રયાન-2ના લેન્ડર અને રૉવર જેવું જ રહેશે. ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ વિક્રમ હશે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે રૉવરનું નામ પ્રજ્ઞાન હશે.


ઓગસ્ટમાં આ તારીખે થશે સૉફ્ટ લેન્ડિંગ - 
વિક્રમ લેન્ડર 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર 'સૉફ્ટ લેન્ડિંગ' કરે તેવી અપેક્ષા છે. વળી, રૉવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ લેન્ડરનું મિશન 14 દિવસનું હશે. જે ચંદ્રના એક દિવસ બરાબર છે.






ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાવું છે પહેલું મિશન ચંદ્રયાન-3 - 
આ વખતે વધુ ઈંધણ અને સુરક્ષાના પગલાંને ધ્યાનમાં રાખીને ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલવામાં આવી રહ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે આ વખતે તેને "નિષ્ફળતા-આધારિત ડિઝાઇન"નો ઓપ્શન પસંદ કર્યો છે, જેથી તે નક્કી કરી શકાય કે જો કોઈ ભૂલ હોય તો પણ લેન્ડર ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા જ્યારે પણ દેશોએ ચંદ્ર પર પોતાના વાહનો મોકલ્યા છે, તે બધા ઉત્તર ધ્રુવ પર ઉતર્યા છે, જ્યારે ઈસરોનું ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું પ્રથમ મિશન હોવાનું કહેવાય છે.


 














-