New RAW Chief: રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. નિમણૂક પર કેબિનેટની સમિતિએ સિન્હાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન RAW ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.




રવિ સિન્હા હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર કેબિનેટ સચિવાલયમાં સ્પેશ્યલ સેક્રેટરીના હોદ્દા પર તૈનાત છે. તેઓ વર્તમાન ચીફ સામંત ગોયલનું સ્થાન લેશે. સામંત ગોયલ 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. રવિ સિન્હા તેમનું સ્થાન લેશે અને તેઓ 2 વર્ષ સુધી આ પદ સંભાળશે. કાર્મિક મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે સોમવારે વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાને ભારતની ગુપ્તચર એજન્સી RAW ના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે..






સિન્હાની નિમણૂક ચીન સાથેની સરહદે તાજેતરના તણાવ વચ્ચે ભારતના ગુપ્તચર તંત્રને મજબૂત કરવા અને મુખ્ય પોસ્ટ્સ પર સરળ સાતત્ય સુનિશ્ચિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રવિ સિન્હા હાલમાં કેબિનેટ સચિવાલયમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિન્હાના નામને મંજૂરી આપી દીધી છે.


વર્તમાન ચીફ સામંત ગોયલ પણ પંજાબ કેડરના આઈપીએસ છે. RAW ચીફ તરીકે સામંત ગોયલના કાર્યકાળ દરમિયાન ઘણી સિદ્ધિઓ ભારતના નામે રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન જ પાકિસ્તાનમાં બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે.


કોણ છે રવિ સિન્હા?


રવિ સિન્હા બિહારના ભોજપુર જિલ્લાના રહેવાસી છે. રવિ સિન્હાએ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 1988માં UPSC પરીક્ષા પાસ કરી અને ભારતીય પોલીસ સેવાના અધિકારી તરીકે મધ્ય પ્રદેશ કેડર મેળવ્યો હતો. જો કે, વર્ષ 2000 માં જ્યારે તત્કાલિન અટલ બિહારી વાજપેયી સરકારે મધ્ય પ્રદેશના આદિવાસી બહુમતીવાળા વિસ્તારોને એક કરીને છત્તીસગઢ રાજ્યની રચના કરી ત્યારે સિન્હા છત્તીસગઢ કેડરમાં ગયા હતા.


રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એ ભારતની ગુપ્તચર એજન્સી છે જે વૈશ્વિક મંચ પર દેશના હિતોની રક્ષા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. RAW ના ચીફ તરીકે સિન્હા ગુપ્તચર કામગીરીનું નેતૃત્વ અને સંકલન કરવા, મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા અને નીતિ ઘડનારાઓને સમજદાર વિશ્લેષણ પ્રદાન કરવા માટે જવાબદાર રહેશે.