Chhattisgarh  Election 2023 News: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં પાર્ટીએ 10 ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ રીતે આમ આદમી પાર્ટીએ છત્તીસગઢમાં 90 વિધાનસભા બેઠકો માટે અત્યાર સુધીમાં 22 ઉમેદવારો ઉભા રાખ્યા છે.


બીજી યાદીમાં કઈ બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા ?


પ્રતાપપુર- રાજા રામ શ્યામ
સારંગઢ- દેવ પ્રસાદ કોશલે
ખરસિયા-વિજય જયસ્વાલ
કોટા-પંકજ જેમ્સ
બિલ્હા-જસબીર સિંહ
બિલાસપુર- ડૉ. ઉજ્જવલા કરાડે
મસ્તુરી- ધરમદાસ ભાર્ગવ
રાયપુર ગ્રામ્ય-તરુણ વૈદ્ય
રાયપુર પશ્ચિમ- નંદન સિંહ
અંતાગઢ-સંતરામ સલામ
કેશકાલ- જુગલ કિશોર બોધ
ચિત્રકોટ- બોમાડા રામ માંડવી   


આ પહેલા 10 બેઠકો પર ઉમેદવારો જાહેર  કર્યા


દંતેવાડા- બાલુ રામ ભવાની
નારાયણપુર- નરેન્દ્ર કુમાર નાગ
અકલતારા- આનંદ પ્રકાશ મીરી
ભાનુપ્રતાપપુર- કોમલ હુપેંડી
કોરબા-વિશાલ કેલકર
રાજીમ- તેજરામ વિદ્રોહી
પથલગાંવ- રાજા રામ લકડા
કવર્ધા- ખડગરાજ સિંહ
ભટગાંવ-સુરેન્દ્ર ગુપ્તા
કુનકુરી- લેઓસ મિંજ 


2018માં છત્તીસગઢ ચૂંટણીનું પરિણામ કેવું હતું


2018માં યોજાયેલી છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી. તો બીજી તરફ કોંગ્રેસે સૌથી વધુ 68 વિધાનસભા બેઠકો જીતીને સરકાર બનાવી છે. હવે ભાજપ અનેક મુદ્દાઓની તૈયારીમાં વ્યસ્ત છે અને જે બેઠકો પર તે હારી છે તેના કારણો શોધીને આગળની રણનીતિ બનાવી રહી છે.


છેલ્લી ચૂંટણીમાં આ બેઠકો કોણે જીતી?


આમ આદમી પાર્ટીની પ્રથમ યાદીમાં દસ ઉમેદવારોના નામ છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ દસમાંથી નવ બેઠકો કબજે કરી હતી, જ્યારે ભાજપે એક બેઠક જીતી હતી. દંતેવાડા સીટ પર કોંગ્રેસના દેવી કર્મા, નારાયણપુરમાં કોંગ્રેસના ચંદન કશ્યપ, અકલતારામાં ભાજપના સૌરભ સિંહ, ભાનુપ્રતાપપુરમાં કોંગ્રેસના સાવિત્રી મનોજ મંડા, કોરબા સીટ પર કોંગ્રેસના જયસિંહ અગ્રવાલ (જયસિંહ ભૈયા), રાજિમમાં કોંગ્રેસના અમિતેશ શુક્લા કવર્ધામાં કોંગ્રેસના અકબર ભાઈ,  પથ્થરગામ સીટ પર કોંગ્રેસના  રામપુકર સિંહ ઠાકુર, ભાટગાંવમાં કોંગ્રેસના પારસ નાથ રાજવાડે અને કુંકુરીમાં કોંગ્રેસના યુ. ડી. મિંજ જીત્યા હતા. 


હાલ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. આવી સ્થિતિમાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવાની  છે. રાજ્યમાં કોંગ્રેસની મજબૂત પકડ છે. પરંતુ આવી સ્થિતિમાં કેજરીવાલની પાર્ટી કોંગ્રેસ માટે ચૂંટણીમાં પડકાર રજૂ કરશે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial