Naxalite attack in Chhattisgarh: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લા બીજાપુરમાં એક ભયાનક નક્સલી હુમલાના સમાચાર સામે આવ્યા છે. અહીં IED બ્લાસ્ટ દ્વારા સૈનિકોથી ભરેલા એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ થયા છે.
ઘટનાની વિગતો અનુસાર આ ઘટના બીજાપુરના કુત્રુ વિસ્તારના બેડેરામાં બની હતી. માહિતી અનુસાર, ડીઆરજી (District Reserve Guard)ના જવાનો નારાયણપુર એન્કાઉન્ટરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. જવાનો સ્કોર્પિયો વાહનમાં સવાર હતા, જેને નક્સલીઓએ IED બ્લાસ્ટથી ઉડાવી દીધું હતું. આ હુમલામાં ૭ જવાનો શહીદ થયાના સમાચાર છે, જ્યારે બે જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ શહીદ જવાનો દંતેવાડાના હોવાનું જાણવા મળ્યું છે.
આઈજી બસ્તર આ સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે અને પોલીસ કોઓર્ડિનેશનના વોર રૂમમાં હાજર છે. નક્સલ ઓપરેશનના ADG વિવેકાનંદ સિન્હાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે જ IED બ્લાસ્ટ થયો હતો. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને નક્સલીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નક્સલવાદીઓએ અહીં પહેલાથી જ લેન્ડમાઈન બિછાવી હતી, જેવો જ સૈનિકોનું વાહન આ લેન્ડમાઈનની અસરમાં આવ્યું કે તરત જ નક્સલવાદીઓએ તેને બ્લાસ્ટ કરી દીધો.
પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, વાહનમાં 15થી વધુ સૈનિકો હતા જેઓ નક્સલ વિરોધી અભિયાનમાંથી કેમ્પ તરફ પાછા ફરી રહ્યા હતા. નક્સલવાદીઓએ પહેલા જ સૈનિકોને નિશાન બનાવવા માટે લેન્ડમાઈન બિછાવી હતી, જેના કારણે 7 જવાનો શહીદ થયા હતા. હાલ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને સૈનિકોની ટીમ મોકલવામાં આવી છે.
આ પણ વાંચો....
આ લોકો માટે HMPV વાયરસ ચિંતાજનક છે – આરોગ્ય મંત્રિ ઋષિકેશ પટેલનું નિવેદન