નવી દિલ્હી : CBI દ્વારા બાળકોની તસ્કરીના મામલે દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. CBIની ટીમે દરોડા દરમિયાન કેશવપુરમ વિસ્તારના એક ઘરમાંથી બે નવજાત શિશુઓ અને આઠ બાળકોને બચાવ્યા છે. આ કેસમાં હોર્સ ટ્રેડિંગ સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે.
CBIને તેમની પાસેથી બે નવજાત બાળકો મળી આવ્યા છે. આ ટોળકી સોશિયલ મીડિયામાં જાહેરાતો દ્વારા નિસંતાન યુગલોને બાળકો વેચતા હતા. બાતમીના આધારે સીબીઆઈએ દિલ્હી અને હરીયાણામાં 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
CBI દ્વારા આ ગેંગના 7 સભ્યોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેંગ કથિત રીતે ફેસબુક પેઈજ અને વોટ્સએપ ગ્રુપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત દ્વારા બાળકોને દત્તક લેવા ઈચ્છુક નિસંતાન યુગલોને સંપર્ક કરતા હતા.
CBIએ દિલ્હી-એનસીઆરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ ડા દરમિયાન CBIની ટીમે કેશવપુરમના એક ઘરમાંથી બે નવજાત બાળકોને બચાવ્યા હતા. CBI દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં નવજાત બાળકોની ખરીદી અને વેચાણનો મામલો હોવાનું જણાય છે. હાલમાં CBIની કેસમાં બાળકોને વેચનાર મહિલા અને તેમને ખરીદનાર વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં CBI મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેટલીક મોટી હોસ્પિટલોમાંથી બાળકો ગુમ થયાના સમાચાર આવ્યા હતા, જે બાદ CBIએ ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને એક મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. ચાઈલ્ડ ટ્રેડિંગની માહિતી મળ્યા બાદ સીબીઆઈએ ગુમ થયેલા બાળકોને જોડીને દરોડા પાડ્યા હતા.
આરોપીઓ બાળકોના રિઅલ માબાપ ઉપરાંત સરોગેટ મધર પાસેથી પણ બાળકો ખરીદતા હતા. એક બાળકની કિંમત 4થી 6 લાખ રૂપિયા હતી. આરોપી બાળકોને દત્તક લેવા માટે નકલી દસ્તાવેજો પણ બનાવતા હતા અને નિસંતાન દંપતીઓને પણ છેતરતા હતા. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં હૉસ્પિટલના વોર્ડ બોય અને આયાઓનો સમાવેશ થાય છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા એક મહિનામાં અહીંથી લગભગ 10 બાળકોને વેચવામાં આવ્યા છે. બાળકોને અલગ-અલગ ઘરે લાવીને વેચવામાં આવતા હતા. બાળકોને મેડિકલ સેન્ટર કે હૉસ્પિટલમાંથી લાવવામાં આવતા હતા કે પછી ચોરીને લાવવામાં આવતા હતા તેની તપાસ ચાલુ છે. આ મામલે કેટલીક મોટી હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરની તપાસ ચાલુ છે.