નવી દિલ્લીઃ ચીન પણ ભારે વાવાઝોડાનું શિકાર બન્યુ છે. એક શક્તિશાળી વાવાઝોડુ દક્ષિણ ચીનના ફુજાન પ્રોવિન્સ તરફ આગળ વધી રહ્યુ છે જેના કારણે ભારે પવન અને વરસાદની સ્થિતિ છે. ભારે વાવાઝોડાના કારણે વરસાદ પણ શનિવાર સવારથી શરૂ થયો છે. ચીન એક તરફ ભારે પુરની સ્થિતિનો સામનો કરી રહ્યો છે તેમા વાવાઝોડા સાથેના વરસાદના કારણે સ્થિતિ વધુ બગડી છે. શહેરની આસપાસ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વાવાઝોડા અને પુરની સ્થિતિના કારણે કેટલાંક લોકો ફસાયેલા છે જેમને બચાવવા માટે તંત્ર કામે લાગ્યુ છે. જો કે છેલ્લા કેટલાંક દિવસથી કુદરતી હોનારતનો ભોગ બનેલા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ છે. આ વાવાઝોડાના કારણે ભેખડો ધસી પડવાની પણ આશંકા છે.