Ideas of India Summit: 'અમેરિકા પાવર, હથિયાર આપી શકે છે પરંતુ...', બન્ને દેશોની તુલના પર બોલ્યા યાન શુએતોંગ
Ideas of India Summit 2026: યાન ઝુએટોંગે કહ્યું, "આજે મશીનોનો યુગ છે. આ બધામાં AI મુખ્ય ભૂમિકા ભજવે છે. કૃત્રિમ બુદ્ધિએ વિશ્વમાં ક્રાંતિ લાવી છે

Ideas of India Summit 2026: ભારતના સૌથી મોટા અને સૌથી વિશ્વસનીય મીડિયા જૂથોમાંનું એક ABP Network, આજે તેનું પાંચમું Ideas of India સમિટ શરૂ ચૂક્યુ છે. આ સમિટ 27 અને 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાઈ રહી છે. આ વર્ષની થીમ 'ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર' છે. આ સમિટમાં ચીનની IIR ત્સિંગુઆ યુનિવર્સિટીના ડીન યાન ઝુએટોંગે મોટુ નિવેદન આપ્યુ છે. દુનિયાની હલચલ, યુદ્ધ અને દેશો વચ્ચેના ઘર્ષણ પર ખુલીને વાત કરી છે. તેમને કહ્યું કે, અમેરિકા પાવર છે, દુનિયાને હથિયાર આપી શકે છે, અમેરિકા અને ચીન વચ્ચે કોઇ તુલના ના કરી શકાય. મહત્વનું છે કે, આ ઉપરાંત આ સમિટમાં ભારતના અવાજ, દ્રષ્ટિકોણ અને ભૂમિકા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
ચીન અને યુએસ સૈન્ય વચ્ચે કોઈ સરખામણી નથી
ચીનની IIR ત્સિંગુઆ યુનિવર્સિટીના ડીન યાન ઝુએટોંગે ચીન અને યુએસ વચ્ચેની સરખામણી વિશે વાત કરી. તેમણે કહ્યું, "મને નથી લાગતું કે લોકો ચીન અને યુએસની લશ્કરી શક્તિઓની તુલના કરે કારણ કે બંને દેશોની સૈન્ય શક્તિ વચ્ચે નોંધપાત્ર તફાવત છે. બંને દેશો પાસે પરમાણુ શક્તિ છે. વાસ્તવિક સરખામણી અને સ્પર્ધા ફક્ત ભૂ-અવકાશમાં નહીં, પરંતુ સાયબરસ્પેસમાં છે."
AI પર યાન ઝુએટોંગનું મોટું નિવેદન
યાન શુએતોંગે કહ્યું, "આજે મશીનોનો યુગ છે. આ બધામાં AI મુખ્ય ભૂમિકા ભજવે છે. કૃત્રિમ બુદ્ધિએ વિશ્વમાં ક્રાંતિ લાવી છે. તેનું ભવિષ્ય સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો લાવી શકે છે. તેથી, એ જરૂરી છે કે આપણે AI ને નિયંત્રણમાં રાખીએ. વિશ્વમાં પરમાણુ બોમ્બની કોઈ કમી નથી, અને આપણે તેને AI થી બચાવવું જોઈએ."
વિશ્વના બે સૌથી મોટા દેશો વચ્ચે જબરદસ્ત સ્પર્ધા
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડિરેક્ટર મોનિકા ડફી ટોફ્ટે જણાવ્યું હતું કે, "અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ લાદવાનું ગમે છે. આનાથી વિશ્વભરના દેશોમાં વિભાજન થઈ રહ્યું છે, જ્યારે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ એકતાનું પ્રતીક હોવો જોઈએ. વિશ્વની બે સૌથી મોટી મહાસત્તાઓ (અમેરિકા અને ચીન) વચ્ચેની સ્પર્ધા આર્થિક, તકનીકી અને લશ્કરી શક્તિ પર પણ આધારિત છે."
-
ABP Network નું આ પાંચમું આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ છે. આ સમિટ 27 અને 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાઈ રહી છે. આ સમિટ આજથી શરૂ થઇ છે. તેમાં જોન મીયરશેઇમર, યાન ઝુએટોંગ, મોનિકા ડફી ટોફ્ટ, હર્ષ સંઘવી, ગૌરાંગ દાસ, પીયૂષ ગોયલ અને મધુર ડાગા જેવી પ્રખ્યાત હસ્તીઓ હાજરી આપી રહ્યાં છે.























