શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અગસ્ટા વેસ્ટલેન્ડઃ મિશેલના વકીલ જોસેફને કોગ્રેસે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો
નવી દિલ્હીઃ અગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં વચેટિયાની ભૂમિકા નિભાવનારા ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસના સીબીઆઇ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ વચ્ચે મિશેલના વકીલ અલ્ઝોના જોસેફને લઇને વિવાદ પેદા થયો છે. જોસેફ યુથ કોગ્રેસ લીગલ ડિપાર્ટમેન્ટના નેશનલ ઇન્ચાર્જ છે. યુથ કોગ્રેસે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
અલ્ઝો જોસેફે કહ્યું હતું કે, આ મારું પ્રોફેશન છે. હું મારુ કામ કરી રહ્યો છું. હું સુપ્રીમ કોર્ટમાં વકીલ છું. અરુણ જેટલી પણ અનેક લોકોના કેસ લડે છે. દુબઇ અને ઇટાલીથી મિશેલના વકીલોએ મારો સંપર્ક કર્યો ત્યારે મે કેસ લડવાની તૈયારી બતાવી હતી. જેટલી પણ અનેક કેસ લડે છે.
જોસેફે કહ્યું કે, હું યુથ કોગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટનો કોઓર્ડિનેટર છું પરંતુ આ મારું પ્રોફેશન છે. તેમાં કોગ્રેસને કાંઇ લેવા દેવા નથી. હું મારી નોકરી કરી રહ્યો છું. પ્રોફેશનલ કામ કરવાને લઇને ભાજપ આટલો હોબાળો કેમ મચાવી રહી છે. મારી પાસે કોઇ બિઝનેસ નથી. હું દિલ્હીમાં કેરલથી આવ્યો છું. હું અહીં પ્રેક્ટિસ કરી રહ્યો છું. મિશલના પ્રત્યાર્પણ તેમણે કહ્યું કે, હજુ સુધી મને પેપર મળ્યા નથી એટલે હું તેના પર કોઇ કોમેન્ટ કરીશ નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion