ISC 12th Result 2022 Release: કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયાન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)ને આજે (ISC) ધોરણ 12નું પરીણામ જાહેર કર્યું છે. જેને વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ cisce.org પર જઈને ચેક કરી શકે છે. 



વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ જાણવા માટે SMSનો પણ ઉપયોગ કરી શકે છે. આ માટે, તેઓએ તેમનું યૂનિક ID ટાઇપ કરવું પડશે અને SMS દ્વારા તેમનું ISC પરિણામ મેળવવા માટે 1234567, 09248082883 પર મોકલવું પડશે. આ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં 99.38% વિદ્યાર્થીઓ સફળ થયા છે. આ વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી 99.52% છે. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 99.26 ટકા છે. આ વર્ષે પણ છોકરાઓ કરતાં છોકરીઓ આગળ રહી છે. કુલ 50,761 છોકરાઓએ પરીક્ષા પાસ કરી છે અને 45,579 છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે. CISCE દ્વારા 26 એપ્રિલથી 14 જૂન દરમિયાન 12મીની પરીક્ષા લેવામાં આવી હતી.


ISC 12th Result 2022:  આ રીતે ચેક કરો પરિણામ


સ્ટેપ 1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cisce.org અને cisce.org ની મુલાકાત લો.
સ્ટેપ  2: હવે વિદ્યાર્થી પરિણામ લિંક પર ક્લિક કરો અને ISC પરિણામ લિંક પસંદ કરો.
સ્ટેપ 3: આ પછી, વિદ્યાર્થીઓ તેમની યૂનિક ID, ઇન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરે છે.
સ્ટેપ 4: હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામો સ્ક્રીન પર જોશે.
સ્ટેપ 5: આ પછી, વિદ્યાર્થીઓ તેમનું પરિણામ ડાઉનલોડ કરી શકે છે.
સ્ટેપ 6: અંતે, વિદ્યાર્થીઓએ પરિણામની હાર્ડ કોપી પણ કાઢી શકે છે.  


Education Loan Information:

Calculate Education Loan EMI