Delhi MCD Election: દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે રાજકીય નિવેદનાબાજીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતાં પૂછ્યું કે, તમારે કેટલા વર્ષ જોઈએ છે? સાથે જ કેજરીવાલે લોકોને આમ આદમી પાર્ટી (AAP)ને તક આપવા અપીલ કરી હતી.


અરવિંદ કેજરીવાલે શું કહ્યું?


દિલ્હીના તેહખંડમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જો ભાજપને MCDમાં સત્તા મળશે તો તેઓ દિલ્હીને કચરા મુક્ત બનાવશે. વર્ષ 2025 સુધીમાં કચરાનું 100% પ્રોસેસિંગ થશે. અમિત શાહના આ નિવેદન પર સીએમ અરવિંદ કેજરીવાલે પલટવાર કરતાં ટ્વીટ કર્યું કે, "તમે જે 15 વર્ષ સુધી ના કરી શક્યા, તે માટે હવે તમારે વધુ ત્રણ વર્ષ જોઈએ છે? લોકો તમારા પર ભરોસો કેમ કરે? તમે રહેવા દો, તમારાથી નહીં. હવે અમે દિલ્હીને કચરો મુક્ત બતાવીશું."


સીએમ કેજરીવાલે પુછ્યો આ સવાલઃ


ગૃહમંત્રી અમિત શાહે કેજરીવાલ સરકાર પર દિલ્હીની ત્રણ નગર નિગમો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. અને કહ્યું કે, તેમના પર 40 હજાર કરોડનું દેવું છે જે તમે ચૂકવ્યા નથી. તો શાહના આ નિવેદન ઉપર પણ, સીએમ અરવિંદ કેજવિલે ટ્વિટ કર્યું અને કહ્યું કે, "કેન્દ્ર સરકારે 15 વર્ષમાં MCDને કેટલા પૈસા આપ્યા? શું બંને જગ્યાએ ભાજપની સરકાર હતી? ડબલ એન્જિન સરકાર? તમારી નિષ્ફળતા માટે બહાનું ના બનાવો. જનતાને જણાવો કે 15 વર્ષમાં તમે શું કામ કર્યું છે. હું તમને પડકાર આપું છું એક કામ તો બતાવો." 




તેહખંડમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં ગૃહમંત્રી અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, તે દિલ્હીના લોકો પર નિર્ભર છે કે તેઓ મ્યુનિસિપલ ચૂંટણીમાં 'આપ પર નિર્ભર' બનવા માગે છે કે આત્મનિર્ભર બનવા માંગે છે. તેના પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના પર નિશાન સાધતા કહ્યું કે આગામી MCD ચૂંટણીમાં લોકોએ નક્કી કરવાનું છે કે તેમને કચરાવાળી દિલ્હી જોઈએ છે કે સ્વચ્છ દિલ્હી.