છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની ધરપકડ કરવામાં આવી છે. નંદકુમાર બઘેલે બ્રાહ્મણ સમાજની સામે વાંધાજનક ટીપ્પણી કરી હતી.
રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ધરપકડીને કરીને નંદ કુમાર બઘેલને રાયપુરની કોર્ટમાં રજૂ કર્યાં હતા. બ્રાહ્મણ સમાજની વિરૃદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની ધરપકડ કરાઈ છે.
પોલીસે દિલ્હીમાંથી ધરપકડ કરીને તેમને રાયપુરની કોર્ટમાં રજૂ કર્યાં હતા. રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. એફઆઈઆર નોંધાયા બાદ તેમની ધરપકડ થવાનું નિશ્ચિત હતું. નંદકુમાર બઘેલે લખનઉમાં બ્રાહ્મણ સમાજની વિરૃદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેમના નિવેદનથી બ્રાહ્મણ સમાજમાં રોષ ફેલાયો હતો. ફરીયાદ નોંધાયા બાદ રાયપુર પોલીસ ધરપકડ કરવા માટે નીકળી ગઈ હતી. પોલીસ દિલ્હીથી ધરપકડ કરીને તેમને રાયપુર લઈ ગઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલે લખનઉમાં કહ્યું હતું કે હું ભારતના તમામ ગ્રામીણોને કહેવા માગું છું કે બ્રાહ્મણોને ગામમાં પેસવા ન દેતા. હું દરેક સમુદાય સાથે વાત કરીશ જેથી કરીને અમે તેમનો બહિષ્કાર કરી શકીએ. તેમને વોલ્ગા નદીના તટ પર પાછા મોકલવાની જરુર છે. બ્રાહ્મણ પરદેશી છે, વિદેશી છે. જે રીતે અંગ્રેજો આવ્યા અને જતા રહ્યાં તેવી રીતે આ બ્રાહ્મણ સુધરી જાય અથવા તો ગંગાથી વોલ્ગા જવા માટે તૈયાર થઈ જાય.
પિતાની વાંધાજનક ટીપ્પણી બાદ મુખ્યમંત્રી ભુપેશ બઘેલે જણાવ્યું હતું કે કાયદો બધા માટે સર્વોચ્ય છે અને તેમની સરકાર કાયદાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. પછી ભલેને તે 86 વર્ષના મારા પિતા હોય. છત્તીસગઢ સરકાર દરેક ધર્મ, સંપ્રદાય, સમુદાય અને તેમની ભાવનાઓનું સન્માન કરે છે.
Maharashtra Coronavirus: નાગપુરમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર, લદાશે નિયંત્રણો
દેશમાં ફરીથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે આ અંગે સંકેત આપ્યા છે કે, પ્રશાસન ટૂંક સમયમાં જ સંક્રમણને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરશે.
કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં રેવન્યૂ મિનિસ્ટર, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત કેટલાય સરકારી વિભાગના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. બેઠક બાદ નિતિન રાઉતે કહ્યુ કે, નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. કારણ કે, બે દિવસમાં બમણા કેસો વધી રહ્યા છે.
નીતિન રાઉતે જણાવ્યુ હતું કે, બે ત્રણ દિવસથી અધિકારીઓ દ્વારા આખરી તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય જગ્યાએ ફરીથી પ્રતિબંધો લગાવી દેવાશે. પ્રતિબંધો જરૂરી છે. કારણ કે, લોકોના જીવ બચાવવા સૌથી મોટુ કર્તવ્ય છે. નાગપુરમાં રવિવારે કોરોના વાયરસના 10 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે સોમવારે શહેરમાં 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડાનો હવાલો આપતા નિતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કહી હતી. જિલ્લામાં કોરોનાના કેસો ઘટ્યા બાદ 17 ઓગસ્ટે પ્રતિબંધોમાં એકદમ ઢીલ અપાઈ હતી.