Mumbai Train Accident: સોમવારે સવારે મુંબઈ નજીક થાણેમાં લૉકલ ટ્રેનમાં એક મોટો અકસ્માત થયો. જ્યાં ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત થયા. આ અકસ્માત દિવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, 10 થી 12 મુસાફરો પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો લટકીને મુસાફરી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન એટલી ભરેલી હતી કે મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત થયો. તમામ પીડિતોની ઉંમર 30-35 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકોને કલવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
થાણેમાં લૉકલ ટ્રેનને આ અકસ્માત દિવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે નડ્યો, જેમાં 5 લોકોના મોત થતાં જ અફરાતફરી મચી ગઇ હતી. અને લોકોની દોડધામ વધી ગઇ હતી. રાજ્ય સરકારે આખી ઘટના પર સંજ્ઞાન લેતા જ તપાસના આદેશ આપી દીધા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અકસ્માતની પુષ્ટી કરી હતી અને તમામ 5 લોકોના મોત અંગે તપાસના આદેશ આપ્યા હતા.
ટ્રેનમાં અકસ્માત કેવી રીતે થયો ?હાલમાં, રેલ્વે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. પાંચથી વધુ લોકો ટ્રેનમાંથી પડી ગયા હતા, જેમાંથી પાંચના મોત થયા હતા અને બાકીનાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મુમ્બ્રા સ્ટેશન પર પહેલાથી જ મુસાફરોની ભારે ભીડ છે. જ્યારે મુસાફરો ટ્રેનમાં ચઢ્યા ત્યારે તેઓ પાટા પર પડી ગયા હતા.
મધ્ય રેલવેએ શું કહ્યું મધ્ય રેલવેએ આ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર સીએસએમટી તરફ જઈ રહેલા કેટલાક મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું માનવામાં આવે છે. રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાથી સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.