મુંબઈ: મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે જનતાને સંબોધિત કરશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં નિયમો કડક બનાવવામાં આવી શકે છે. આ સાથે જ લોકલમાં સફર કરવાને લઈ વિચાર થઈ શકે છે. જાણકારી મુજબ ફરીથી લોકડાઉન લાગૂ કરવાની આશા ઓછી છે. સૂત્રો મુજબ કોરોના સાથે સંકળાયેલા નિયમો તોડવા પર સરકાર કડક કાર્યવાહી કરવાનો વિચાર કરી શકે છે. એટલું જ નહી સાથે-સાથે ઉદ્ધવ સરકાર દંડની રકમ વધારી શકે છે.


મહારાષ્ટ્રમાં શનિવારે 6000થી વધુ કેસ સામે આવ્યાં. શનિવારે કુલ સંક્રમિતોની સંખ્ચા 20,93, 913 સુધી પહોંચી છે. તો 40 લોકોના વધુ મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને 51,753 થઇ ગઇ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 48,436 છે.

કોરોના સંક્રમણમાં દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે. દેશના મૃત્યુઆંકના 33 ટકા મોત માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 51,753 પહોંચી છે. હાલ દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થઇ રહી છે. શનિવારે 40 કોરોના સંક્રમિતોના મોત થયા.