લખનઉ: કોરોના સંક્રમણથી જીવ ગુમાવનાર પત્રકારોના પરિવાર માટે  હિન્દી પત્રકારિતાના  અવસરે  મોટી જાહેરાત રાજ્ય સરકાર દ્રારા કરાઇ છે. ક્યાં રાજ્યની સરકારે મૃતકના પરિવારની સહાય માટે જાહેરાત કરી જાણીએ.. 


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બધા જ પત્રકારને હિન્દી પત્રકારિતાના અવસરે શુભકામના આપી છે. તેમણે ટવીટ કરતા કહ્યું કે, સ્વાધીનતા આંદોલનથી માંડીને આજ સુધી હિન્દી પત્રકારિતાની રાષ્ટ્ર્નિર્માણમાં મહત્વની ભૂમિકા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દરમિયાન મોટી જાહેરાત કરી છે. કોવિડના કારણે મૃત્યુ પામેલા પત્રકારના પરિજનોને 10 લાખ રૂપિયા સહાય રાશિ આપવાનો નિર્ણય કર્યો છે. 


કોરોનાની મહામારીની બીજી લહેરમાં ફરજ દરમિયાન અનેક પત્રકાર સંક્રમિત થયા તો અને કેટલાક સંક્રમિત જર્નાલિસ્ટે જીવ ગૂમાવ્યાં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યા નાથે  આવા પત્રકારોના પરિવાર માટે મોટી જાહેરાત કરી છે. મૃતક પત્રકારના પરિવાર માટે દસ લાખ રૂપિયાની જાહેરાત કરી છે. 



અનાથ બાળકો માટે પણ યોજના
મૃતક પત્રકારના પરિવાર માટે 10 લાખ રૂપિયાની રકમ આપવનાની સાથે યોગી સરકારે અનાથ બાળકોના ભવિષ્યની પણ ચિંતા કરી છે. યોગી આદિત્ય નાથે બાળ સેવા યોજના  શરૂ કરવાની જાહેરાત કરી છે. આવા અનાથ બાળકોના વયસ્ક થવા સુધી તેને સંભળનાર પરિવારને દર મહિને 4 હજાર રૂપિયા આપવામાં આવશે.