નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ બિમાર છે. રવિવારે રાત્રે અચાનક મુલાયમ સિંહની તબીયત બગડી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે મુલાયમ સિંહના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના ઘરે પહોંચ્યા હતા. આ તકે સીએમ યોગીએ મુલાયમ સિંહને કુંભની પુશ્તક ભેંટમાં આપી હતી. આ મુલાકાત દરમિયાન અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ પણ હાજર રહ્યા હતા.


તબિયત ખરાબ હોવાના કારણે મુલાયમ સિંહ યાદવને લોહિયા ઈન્સટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ મુલાયમ સિંહનું સુગર લેવલ વધી ગયું હતું. બાદમાં સ્થિતિ સામાન્ય થયા તેમને રજા આપી દેવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીમાં સપા-બસપાએ સાથે મળી ચૂંટણી લડી હતી. સમાજવાદી પાર્ટીમાંથી માત્ર અખિલેશ અને મુલાયમ સિંહ સાંસદ બની શક્યાં, બાકી પરિવારના સભ્યો ચૂંટણી હારી ગયા હતા.