શોધખોળ કરો

PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય

CM Yogi UP news: બળતણ, વીજળી અને તેલ બચાવવા સરકારની કડક અમલવારી; 'નો વ્હીકલ ડે', વર્ચ્યુઅલ મીટિંગ, અને બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા મુખ્યમંત્રીની લોકોને ખાસ અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુખ્યમંત્રી અને મંત્રીઓના વાહનોની સંખ્યા 50% ઘટાડવામાં આવશે.
  • સરકારી કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' અને 'નો વ્હીકલ ડે' લાગુ.
  • જાહેર સ્થળોએ રાત્રે 10 પછી સુશોભનની લાઈટો બંધ રહેશે.
  • બિનજરૂરી વિદેશ યાત્રા ટાળી, દેશમાં ડેસ્ટિનેશન વેડિંગ સૂચવાયું.

CM Yogi UP news: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ગંભીરતાથી લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. સીએમ યોગીએ બળતણ, વીજળી અને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા તેમજ બિનજરૂરી સોનું ન ખરીદવા માટે લોકોને અપીલ કરી છે. આ સાથે જ સરકારી સ્તરે પણ કાપ મૂકવાની શરૂઆત કરતા તેમણે મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલામાંથી 50 ટકા વાહનો ઘટાડવાનો, વર્ક ફ્રોમ હોમ (WFH) કલ્ચરને પ્રોત્સાહન આપવાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો કડક આદેશ આપ્યો છે. દુનિયામાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે આર્થિક અને ઊર્જા બચત માટે યુપી સરકારે આ ઐતિહાસિક પગલું ભર્યું છે.

મંત્રીઓનો કાફલો અડધો થશે, 'વર્ક ફ્રોમ હોમ' પર ભાર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ, ડીજીપી અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સીએમ અને મંત્રીઓના કાફલામાં તાત્કાલિક 50 ટકાનો ઘટાડો કરવામાં આવે અને બિનજરૂરી વાહનો હટાવી દેવામાં આવે. આ ઉપરાંત, તેમણે રાજ્યમાં 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચરને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. ઔદ્યોગિક સંસ્થાઓ અને મોટા સ્ટાર્ટઅપ્સમાં જ્યાં વધુ કર્મચારીઓ કામ કરે છે, ત્યાં અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ (WFH) આપવા માટે રાજ્ય સ્તરીય એડવાઈઝરી જાહેર કરવા પણ સૂચના આપી છે.

અઠવાડિયામાં 1 દિવસ 'નો વ્હીકલ ડે'

મુખ્યમંત્રીએ દુનિયાની હાલની સ્થિતિને જોતા દરેકને સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં 1 દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અને 'નો વ્હીકલ ડે' મનાવવા અપીલ કરી છે. શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ આ ઝુંબેશમાં જોડવામાં આવશે. લોકો પીએનજી, મેટ્રો, સરકારી બસો, સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. પીક અવર્સમાં ઇંધણ બચાવવા ઓફિસના સમયને અલગ-અલગ બેચમાં વહેંચવાનું પણ સૂચન કરાયું છે.

મીટિંગો હવે ઓનલાઈન, રાત્રે 10 પછી ડેકોરેટિવ લાઈટ્સ બંધ

સરકારી સમય અને સંસાધનો બચાવવા માટે શિક્ષણ વિભાગના સેમિનાર, વર્કશોપ અને સચિવાલયની 50 ટકા આંતરિક બેઠકો હવેથી વર્ચ્યુઅલી (ઓનલાઈન) જ યોજવામાં આવશે. વીજળી બચાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. સરકારી ઇમારતો, ખાનગી સંસ્થાઓ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રાત્રે 10 વાગ્યા પછી ડેકોરેટિવ (સુશોભનની) લાઈટ્સનો ઉપયોગ બંધ કરવા જણાવાયું છે. લોકોને 'પીએમ સૂર્યઘર યોજના' હેઠળ સોલાર પેનલ લગાવવા પણ પ્રોત્સાહિત કરાશે.

પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો

વિદેશ યાત્રા ટાળો, દેશમાં જ કરો ડેસ્ટિનેશન વેડિંગ

સીએમ યોગીએ લોકોને આગામી 6 મહિના સુધી બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવા જણાવ્યું છે. વિદેશમાં જઈને લગ્ન કરવાને બદલે ઉત્તર પ્રદેશના જ ઐતિહાસિક કિલ્લાઓ અને સુંદર સ્થળો પર ડેસ્ટિનેશન વેડિંગ કરવા અપીલ કરી છે. રાજ્યમાં 'વિઝિટ માય સ્ટેટ' કેમ્પેઈન શરૂ કરાશે અને પ્રવાસીઓ માટે સંગ્રહાલયો અમુક સમય માટે ફ્રી રખાશે. કોઈ પણ કાર્યક્રમમાં ગિફ્ટ તરીકે સ્વદેશી વસ્તુઓ કે રાજ્ય સરકારની 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' (ODOP) ની વસ્તુઓ જ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

તેલનો વપરાશ ઘટાડો, બિનજરૂરી સોનું ન ખરીદો

સ્વાસ્થ્ય સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે મુખ્યમંત્રીએ લોકોને ભોજનમાં ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી છે. હોસ્પિટલો, જેલો, કેન્ટીનો અને હોટલ-રેસ્ટોરન્ટમાં પણ ઓછા તેલવાળા ખોરાક માટે જાગૃતિ લાવવામાં આવશે. ખેતીમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન અપાશે અને ગૌશાળાઓમાં રહેલા 1.4 થી 1.5 મિલિયન પશુઓના છાણનો ઉપયોગ ખાતર તરીકે કરવા જણાવાયું છે. અંતમાં, વડાપ્રધાનની વાતને દોહરાવતા સીએમ યોગીએ લોકોને બિનજરૂરી સોનું ખરીદવાનું ટાળવા વિનંતી કરી છે, અને વહીવટીતંત્રને જ્વેલર્સ સાથે બેઠક કરી તેમની ચિંતાઓ દૂર કરવા સૂચના આપી છે.

પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....

Frequently Asked Questions

ઉત્તર પ્રદેશમાં ઊર્જા અને આર્થિક બચત માટે કયા પગલાં લેવાયા છે?

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બળતણ, વીજળી અને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા, બિનજરૂરી સોનું ન ખરીદવા અને સરકારી ખર્ચમાં કાપ મૂકવાનો આદેશ આપ્યો છે.

સરકારી અધિકારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' અંગે શું સૂચના છે?

રાજ્યમાં 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચરને પ્રોત્સાહન આપવા અને ઔદ્યોગિક સંસ્થાઓમાં કર્મચારીઓને અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ કરવાની સલાહ અપાઈ છે.

અઠવાડિયામાં 'નો વ્હીકલ ડે' મનાવવા માટે કોને અપીલ કરાઈ છે?

મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં 1 દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અને 'નો વ્હીકલ ડે' મનાવવા અપીલ કરાઈ છે.

વીજળી બચાવવા માટે રાત્રે 10 વાગ્યા પછી શું બંધ રાખવા જણાવાયું છે?

સરકારી ઇમારતો, ખાનગી સંસ્થાઓ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રાત્રે 10 વાગ્યા પછી ડેકોરેટિવ લાઈટ્સનો ઉપયોગ બંધ કરવા જણાવાયું છે.

લોકોને વિદેશ યાત્રા અને ખરીદી અંગે શું સલાહ આપવામાં આવી છે?

આગામી 6 મહિના સુધી બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવા, ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજ્યના સ્થળો પસંદ કરવા અને બિનજરૂરી સોનું ન ખરીદવાની સલાહ અપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget