Weather Update: ભારતમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. આજે ઉત્તર ભારતમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. દિલ્હી, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઠંડીમાં વધારો થશે, જ્યારે હિમાચલ અને ઉત્તરાખંડના પર્વતોમાં બરફવર્ષા થવાની ધારણા છે. આ દરમિયાન તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

Continues below advertisement

જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ  છે. આ હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડીમાં ચમકારો જોવા મળ્યો  છે. આજે હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થવાની ધારણા છે.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અને તેજ પવનો

Continues below advertisement

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી-એનસીઆરમાં ગુરુવારથી હવામાનમાં પલટો આવી રહ્યો છે. તાજેતરના પવનોને કારણે પારો નીચે આવી રહ્યો છે. જોકે, ઠંડી ઉપરાંત, ખરાબ હવાની ગુણવત્તા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી રહી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી દિલ્હી-એનસીઆરમાં જોરદાર પવન ફૂંકાતા રહેશે જેનાથી ઠંડીનો ચમકારો વધશે. હાલમાં, દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી.

પૂર્વ અને મધ્ય ભારતમાં તાપમાનમાં ઘટાડો

ઉત્તર ભારતમાં આજે તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે. દિલ્હી, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ માટે શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી 24 કલાકમાં, પૂર્વ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશ હવામાન આગાહી

ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં હવે હળવી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પ્રદેશમાં હવામાન સામાન્ય રહેશે. સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી અને ધુમ્મસની સ્થિતિમાં વધારો થશે. જોકે, ઉત્તર પ્રદેશના કોઈપણ ભાગમાં ગાઢ ધુમ્મસની કોઈ ખાસ શક્યતા નથી.

દક્ષિણમાં ભારે વરસાદની ચેતવણી

જ્યારે ઉત્તરમાં ઠંડી પડી રહી છે, ત્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આગામી 24 કલાક દરમિયાન, કેરળમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.