ગુજરાતને અડીને આવેલું આ હિલ સ્ટેશન થીજી ગયું, ઠેર ઠેર જામી ગયો બરફ
રાજસ્થાનના આઠથી વધુ શહેરોમાં પાંચ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. શ્રીગંગાનગર, હનુમાનગઢ, જેસલમેર, બીકાનેર, ચૂરુ, અલવર, ભરતપુર, સીકર, ઝૂંઝનું, બૂંદીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆબુ તળેટીમાં પણ તાપમાનનો પારો માઈનસ એક નોંધાયો હતો. આબુનું જાણીતું નખી તળાવ થીજી ગયું હતું. તળાવના કિનારે ઉભી રહેલી હોડીઓ ઉપર બરફના થર જામી ગયા હતા. પોલો ગ્રાઉન્ડના ઘાસ ઉપર બરફની ચાદર બિછાવી હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા.
રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુના ગુરુ શિખરનું તાપમાન માઈનસ ચાર ડિગ્રી થઈ ગયું હતું. તેના કારણે ઠેર-ઠેર બરફની ચાદર બિછાવી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ગુરુશિખર ઉપરાંતના ગિરિ શિખરોનું તાપમાન માઈનસ ચારથી માઈનસ ત્રણ અને માઈનસ બે ડિગ્રી દર્જ થયું હતું.
અમદાવાદઃ હાલ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઠંડા પવનોના કારણે દિવસભર લોકોએ ગરમ કપડાંમાં લપેટાઇ રહેવું પડે છે. ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી અનુભવાઈ હતી. આખાય ઉત્તર ભારતમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું. તેની અસર જનજીવન પર પડી હતી. રાજસ્થાનના માઉન્ટ આબુનું તાપમાન માઈનસ ચાર ડિગ્રી સુધી ગગડી ગયું હતું અને તેના કારણે ઠેર-ઠેર બરફ જામી ગયો હતો. ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવતા તેની અસર જનજીવન ઉપર પણ પડી હતી. હાડ ગાળતી ઠંડીથી જનજીવન ખોરવાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -