શનિવાર રાતથી હંદવાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાનો શહિદ થયા છે. અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓ પણ ઠાર માર્યાં છે. આ સમગ્ર વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.


આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક ઘરમાં સેનાના જવાનોએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં શહિદ થનાર કર્નલ આશુતોષ સાથે મેજર અનુજ, સબ ઈસ્પેક્ટર શકીલ કાઝી, એક લાંસ નાયક અને એક રાયફલમેનનો સમાવેશ થાય છે.

આ અથડામણ હંદવાડાના છાંજીમુલ્લાહ ગામમાં શનિવાર બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. 21 રાષ્ટ્રીય રાયફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્માને ગત વર્ષે બીજીવાર સેના મેડલ મળ્યો હતો. તેઓ ગાર્ડ્સ રેજિમેન્ટમાંથી હતા અને અલ્હાબાદના રહેવાસી હતા.