Silver Coin of Ram Lalla: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં રામ લલાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, ત્યારે રામનવમી પર્વની જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિરનો પ્રસાદ, સરયૂનું પાણી જેવી ખાસ વસ્તુઓની ખૂબ માંગ છે. જે લોકો અયોધ્યા જઈને રામલલાના દર્શન કરી શક્યા નથી તેઓ ઓનલાઈન પ્રસાદ મંગાવી રહ્યા છે. દરમિયાન, સરકારે જાહેર વેચાણ માટે મર્યાદિત આવૃત્તિ 50 ગ્રામ રંગીન ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે.


જાહેર વેચાણ માટે બહાર પાડવામાં આવેલ આ સિક્કાની કિંમત રૂ 5860/- છે. 50 ગ્રામ વજનનો આ સિક્કો 999 શુદ્ધ ચાંદીનો બનેલો છે. તે SPMCILI વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકાય છે. આ સિક્કો રામલલા અને રામ મંદિરની થીમ પર આધારિત છે.


આ સિક્કામાં એક તરફ રામ લલ્લાની પ્રતિમા (ગભગૃહમાં બેઠેલી રામ લલ્લાની મૂર્તિ) છે અને બીજી બાજુ રામ મંદિરની આકૃતિ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલાની મૂર્તિ ભગવાન રામના 5 વર્ષના બાળ સ્વરૂપની છે. આ મૂર્તિ શિલ્પકાર અરુણ યોગી રાજ દ્વારા બનાવવામાં આવી છે. આ સિક્કાને ખરીદીને તમારા ઘરમાં પૂજા સ્થાન પર રાખી શકાય છે. આ સિવાય તમારા નજીકના લોકોને ગિફ્ટ આપવા માટે પણ આ સિક્કો ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.


તમને જણાવી દઈએ કે પીએમ મોદીના નેતૃત્વમાં 22 જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં રામલલાની નવી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગને નવા યુગના આગમનનું પ્રતીક ગણાવ્યું હતું અને લોકોને મંદિર નિર્માણથી આગળ વધીને આગામી 1,000 વર્ષ સુધી મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો બાંધવા આહ્વાન કર્યું હતું. 22 જાન્યુઆરીના રોજ બપોરે 12.29 કલાકે રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ દરમિયાન સેનાના હેલિકોપ્ટરોએ નવનિર્મિત જન્મભૂમિ મંદિર પર પુષ્પવર્ષા કરી હતી. ઉપરાંત, રામ નગરીના કેટલાક ભાગોમાં, લોકોએ ગીતો અને નૃત્ય સાથે ઉજવણી કરી.


આ સિક્કો કેવી રીતે અને ક્યાં ખરીદવો?


તમે આ 50 ગ્રામ ચાંદીનો સિક્કો www.indiagovtmint.in પરથી ખરીદી શકો છો. તેની કિંમત 5,699 રૂપિયા છે. જો કે વેબસાઈટ પર હાલમાં આ સિક્કાનો સ્ટોક ખતમ થઈ ગયો છે.