Kunal Kamra Controversy: શિવસેનાના કાર્યકરોએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં એક હોટલમાં તોડફોડ કરી હતી, જ્યાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો શો શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે 'દેશદ્રોહી' શબ્દનો ઉપયોગ કરીને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઝાટકણી કાઢી હતી. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

કામરા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માં ઉઠી રહી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર શિંદે વિરુદ્ધ કામરાના કટાક્ષનો  વીડિયો સામે આવ્યા બાદ પાર્ટીના કાર્યકરો હોટલના ઓડિટોરિયમમાં પહોંચ્યા હતા.

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ આ વીડિયો 'X' પર પોસ્ટ કર્યો અને લખ્યું, "કુણાલનો કમાલ" કામરાએ ફિલ્મ "દિલ તો પાગલ હૈ"ના એક ગીતના મોડિફાઇડ વર્ઝનનો ઉપયોગ કરીને શિંદે પર નિશાન સાધ્યું. શિવસેનાના સાંસદ નરેશ મ્સ્કે કામરાને ચેતવણી આપી હતી કે શિવસેનાના કાર્યકરો દેશભરમાં તેમનો પીછો કરશે.

 

તમને ભારત છોડીને ભાગી જવાની ફરજ પાડવામાં આવશે - નરેશ મ્હસ્કે

"તમને ભારતથી ભાગી જવાની ફરજ પાડવામાં આવશે," તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે, કામરાએ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા છે અને એકનાથ શિંદેને નિશાન બનાવી રહ્યા છે. ઠાકરે પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “તેમની પાર્ટીમાં કોઈ બાકી નથી, તેથી તે આવા લોકોને નોકરી પર રાખી રહી છે. કામરા હવે શિંદેની ટીકા કરવાના પરિણામો જાણશે.

સાંસદે 'X' પર વીડિયો પ્રસારિત કરવા બદલ શિવસેનાના નેતા સંજય રાઉતની પણ ટીકા કરી હતી. દરમિયાન, રાઉતે એક પોસ્ટમાં કહ્યું, "કુણાલ કામરા એક પ્રખ્યાત લેખક અને સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. કુણાલે મહારાષ્ટ્રના રાજકીય પરિદ્રશ્ય પર એક પેરોડી ગીત બનાવ્યું, જેના પગલે  શિંદે ગેંગને ગુસ્સે કરી અને પછી સ્ટુડિયોમાં તોડફોડ કરી.'' શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કહ્યું કે તેઓ MIDC પોલીસ સ્ટેશનમાં કામરા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવશે.

કુણાલ કામરાની ધોલાઇ કરીશું - સંજય નિરુપમ

એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના આ મામલાને ખૂબ જ આક્રમકતાથી જોઈ રહી છે. સંજય નિરુપમે પણ જવાબ આપ્યો, "કાલે સવારે 11 વાગ્યે કુણાલ કામરાને ધોઈ નાખીશ."

પ્રિયંકા ચતુર્વેદી કુણાલના સમર્થનમાં

આ ઘટના બાદ શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું

મહારાષ્ટ્રમાં રાજકીય વર્તુળોમાં પહેલેથી જ તોફાન છે. ફિલ્મ 'છાવા'થી ઔરંગઝેબ વિવાદે રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. આ હંગામાએ નાગપુરમાં પણ હિંસાનું સ્વરૂપ લીધું છે, જ્યાં તણાવના ઘણા ચહેરા સામે આવ્યા છે. હવે આ નવા બનાવથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.