શોધખોળ કરો

કૉંગ્રેસની મોટી કાર્યવાહી, રાજ્યસભા ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ કરનારા પાર્ટીના 5 ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ 

હરિયાણામાં થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. હરિયાણા કોંગ્રેસે હવે આ મામલે  મોટી કાર્યવાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, પાંચ કોંગ્રેસ ધારાસભ્યો સસ્પેન્ડ.
  • પાર્ટી પ્રમુખ રાવ નરેન્દ્ર સિંહના આદેશથી કાર્યવાહી, ખડગેની મંજૂરી.
  • ધારાસભ્યોએ સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ મતદાન કર્યું, શિસ્ત ભંગ ગણાયું.

Congress 5 mlas suspended: હરિયાણામાં થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. હરિયાણા કોંગ્રેસે હવે આ મામલે  મોટી કાર્યવાહી કરી છે અને તેના પાંચ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. હરિયાણા કોંગ્રેસના પ્રમુખ રાવ નરેન્દ્ર સિંહે આ આદેશ જારી કર્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી બાદ  પાંચ કોંગ્રેસના ધારાસભ્યોને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અગાઉ, કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગના આરોપમાં સામેલ તેના પાંચ હરિયાણા ધારાસભ્યોમાંથી ચારના નામ જાહેર કર્યા હતા. હરિયાણાના પ્રભારી કોંગ્રેસના મહાસચિવ બી.કે. હરિપ્રસાદે દાવો કર્યો હતો કે  નારાયણગઢના ધારાસભ્ય શૈલી ચૌધરી, સાઢૌરા ધારાસભ્ય રેનૂ બાલા, સરદાર જરનૈલ સિંહ, પુન્હાનાના ધારાસભ્ય મોહમ્મદ ઇલિયાસ અને હથીનથી ધારાસભ્ય મોહમ્મદ ઇસરાઈલ આ ચારેય ધારાસભ્યઓએ  ક્રોસ વોટિંગ કર્યું હતું.

રાવ નરેન્દ્ર સિંહે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહી રાજ્ય શિસ્ત સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. વધુમાં, આ નિર્ણય લાગુ કરતા પહેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી પણ લેવામાં આવી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી આ મુદ્દા પર ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે.

પ્રેસ રિલીઝ અનુસાર, આ ધારાસભ્યોએ તાજેતરની રાજ્યસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. આને અનુશાસનહીનતાનું ગંભીર કૃત્ય માનવામાં આવ્યું હતું. પાર્ટીએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી સંગઠનાત્મક ધોરણોનું ઉલ્લંઘન કરે છે અને કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. રાવ નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પાર્ટીમાં શિસ્ત સર્વોપરી છે અને દરેક નેતા અને કાર્યકર્તાએ તેનું પાલન કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ છે કે પાર્ટીના સામૂહિક નિર્ણયો અને સત્તાવાર વલણની વિરુદ્ધ જનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી પછી લેવામાં આવેલી આ કાર્યવાહીએ હરિયાણામાં રાજકીય ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ પગલાને શિસ્ત જાળવવા તરફના મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં, આ પાર્ટીના આંતરિક રાજકારણ અને વ્યૂહરચના પર પણ અસર કરી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે 2 દિવસ વર્ક ફૉર્મ હૉમનો આદેશ, પ્રાઇવેટ ઓફિસોનું શું થશે ?
દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે 2 દિવસ વર્ક ફૉર્મ હૉમનો આદેશ, પ્રાઇવેટ ઓફિસોનું શું થશે ?
Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન
Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન
દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં થશે SIR, EC એ જાહેર કરી 16 રાજ્ય-3 કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી
દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રમાં થશે SIR, EC એ જાહેર કરી 16 રાજ્ય-3 કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી
Bareilly Video: ગજબ, ભારે આંધી-વંટોળમાં ટીન શેડ સાથે ઉડ્યો યુવાન, આકાશમાં દેખાયો 'સુપરમેન', વીડિયો વાયરલ
Bareilly Video: ગજબ, ભારે આંધી-વંટોળમાં ટીન શેડ સાથે ઉડ્યો યુવાન, આકાશમાં દેખાયો 'સુપરમેન', વીડિયો વાયરલ
Advertisement

વિડિઓઝ

PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ નહીં કાઢે વરઘોડો
Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
મોંઘવારીનો મોટો વિસ્ફોટ,એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો, 42 મહિનાનો રેકોર્ડ તોડ્યો
સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ
સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત
વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત
ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ - 'અમે સાથે મળીને દુનિયાને...'
ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ - 'અમે સાથે મળીને દુનિયાને...'
Embed widget