શોધખોળ કરો

આખરે કેરળના નવા મુખ્યમંત્રીના નામની કરવામાં આવી જાહેરાત, જાણો કોંગ્રેસે કયા દિગ્ગજ નેતાની કરી પસંદગી

Congress Kerala New CM: કેરળના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ ગયું છે. વી.ડી. સતીસન કેરળના આગામી મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે (14 મે) આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના નામની જાહેરાત કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેરળના નવા મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીશનની જાહેરાત કરાઈ.
  • કોંગ્રેસના ટોચના નેતાઓની દિલ્હીમાં બેઠક બાદ નિર્ણય લેવાયો.
  • વિલંબિત જાહેરાત બાદ UDFની જીતની ખુશી ઓછી થઈ.
  • મુખ્યમંત્રી પદ માટે પક્ષમાં અસંતોષ અને પોસ્ટર વિરોધ જોવા મળ્યો.

Congress Kerala New CM: 4 મેના રોજ કેરળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યાના લગભગ 10 દિવસ બાદ આજે (14 મે) કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. વી.ડી. સતીશન કેરળના આગામી મુખ્યમંત્રી હશે. દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતાઓની એક હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. આ બેઠક બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે 14 મેના રોજ સીએમના નામની જાહેરાત કરવામાં આવી.

140 સભ્યોની કેરળ વિધાનસભામાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ 102 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી હતી. તેમ છતાં, મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં વિલંબ થતા સવાલો ઉભા થવા લાગ્યા હતા. ત્યાં સુધી કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સની જોસેફે પણ સ્વીકાર્યું કે આ વિલંબથી જીતની ચમક ફીકી પડી છે.

અગાઉ મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં વિલંબ થવા પર જ્યાં વિરોધીઓએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો, ત્યાં પાર્ટીમાં પણ નારાજગી જોવા મળી હતી. વાયનાડમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બંને નેતાઓ કે.સી. વેણુગોપાલને કેરળના મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે રાજ્યમાં તેમની વિરુદ્ધ વાતાવરણ છે.

આ પણ વાંચો... Delhi Gangrape Case: દિલ્લીમાં ફરી નિર્ભયાકાંડ, ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ બાદ મહિલાને રોડ પર ફેંકી

પોસ્ટરોમાં લખવામાં આવ્યું હતું કે, 'કેરળ તમને ક્યારેય માફ નહીં કરે.' અન્ય એક પોસ્ટરમાં લખ્યું હતું, 'વાયનાડ બીજું અમેઠી બની જશે.' આ ટિપ્પણી 2019માં અમેઠી લોકસભા બેઠક પર રાહુલ ગાંધીની હાર તરફ ઈશારો કરે છે. વાયનાડ ક્યારેક રાહુલ ગાંધીનો સૌથી સુરક્ષિત રાજકીય વિસ્તાર માનવામાં આવતો હતો અને હવે અહીંથી પ્રિયંકા ગાંધી સાંસદ છે. આવી સ્થિતિમાં, આ જ વિસ્તારમાંથી ઉઠી રહેલો વિરોધ ગાંધી પરિવાર માટે મોટો રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યો છે.

Frequently Asked Questions

કેરળના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

કેરળના આગામી મુખ્યમંત્રી વી.ડી. સતીશન હશે. આ નામની જાહેરાત 14 મેના રોજ કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક બાદ કરવામાં આવી.

કેરળ વિધાનસભા ચૂંટણીમાં UDF એ કેટલી બેઠકો જીતી?

140 સભ્યોની કેરળ વિધાનસભામાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ 102 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી હતી.

મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં વિલંબ થતાં શું પરિણામ આવ્યું?

મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં થયેલા વિલંબને કારણે જીતની ચમક ફીકી પડી હતી અને વિરોધીઓએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.

મુખ્યમંત્રીના નામની જાહેરાતમાં વિલંબ થતાં પાર્ટીમાં શું નારાજગી જોવા મળી?

પાર્ટીમાં નારાજગી જોવા મળી હતી, જેમાં વાયનાડમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dakshin Yatra: આખુ દક્ષિણ ભારત ફરો માત્ર 15 હજારમાં, IRCTC લાવ્યું ખાવા-પીવા-રહેવા સાથે 8 રાતનું ટૂર પેકેજ
Dakshin Yatra: આખુ દક્ષિણ ભારત ફરો માત્ર 15 હજારમાં, IRCTC લાવ્યું ખાવા-પીવા-રહેવા સાથે 8 રાતનું ટૂર પેકેજ
'મમતા બેનર્જી જો અભિષેકની સાથે તો હું...', કલ્યાણ બેનર્જીએ TMC પ્રમુખને આપી દીધું અલ્ટીમેટમ
'મમતા બેનર્જી જો અભિષેકની સાથે તો હું...', કલ્યાણ બેનર્જીએ TMC પ્રમુખને આપી દીધું અલ્ટીમેટમ
જાપાન પછી નેપાળે પણ ભારતીય કેરી પર મૂક્યો પ્રતિબંધ?સરકારે આપ્યું સ્પષ્ટીકરણ
જાપાન પછી નેપાળે પણ ભારતીય કેરી પર મૂક્યો પ્રતિબંધ?સરકારે આપ્યું સ્પષ્ટીકરણ
Weather: યૂપી સહિત દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Weather: યૂપી સહિત દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આપ્યો 350 રનનો લક્ષ્યાંક, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આપ્યો 350 રનનો લક્ષ્યાંક, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
Embed widget