Bharat Jodo Yatra: રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્ર આવી પહોંચી છે. આ યાત્રા કેરળ અને કર્ણાટક થઈ હવે મહારાષ્ટ્રમાં છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઠેક ઠેકાણે રેલીઓ કરી રહ્યાં છે અને લોકોને સંબોધી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન મહારાષ્ટ્રથી યાત્રાનો એક વીડિયો સામે આવ્યો છે જેને લઈને રાહુલ ગાંધી ભાજપના નેતાઓના નિશાને આવ્યા છે. 


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાષ્ટ્રગાનના બદલે ભૂલથી કોઈ બીજુ જ ગીત વાગવા લાગ્યું હતું. જેને લઈને રાહુલ ગાંધીની ભાજપ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ભાજપના લગભગ તમામ મોટા નેતાઓ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. 


મહારાષ્ટ્ર ભાજપના નેતા નીતેશ રાણેએ પણ આ વીડિયો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે, હવે રાષ્ટ્રગીત વાગશે. પરંતુ ત્યારા બાદ રાષ્ટ્રગીતના બદલે કોઈ બીજુ જ ગીત વાગવા લાગે છે. આ સાથે જ રાહુલ ગાંધી ભારોભાર નારાજ જોવા મળે છે. ભાજપ નેતાઓ આ ઘટનાને કોમેડી સર્કસ ગણાવી રહ્યાં છે. આ ઉપરાંત તમિળનાડુથી ભાજપના નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ પોતાના ટ્વિટર હેંડલથી આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે રાહુલ ગાંધીને સવાલ કરતા પુછ્યું છે કે, આશું છે? 


શું છે આખી ઘટના?


કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. જેને ભાજપના નેતાઓ ભારે શેર કરી રહ્યાં છે અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. આ વીડિયોને લઈને પણ સવાલ ઉભા થયા હતાં પરંતુ થોડા  જ સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે, સાચે જ ભૂલથી થોડી સેકન્ડ માટે રાષ્ટ્રગીતની  જગ્યાએ બીજુ ગીત વાગી ગયુ હતું. હકીકતે તો રાહુલ ગાંધીનું ભાષણ પુરૂ થયા બાદ રાષ્ટ્રગીત વગાડવાનું હતું. તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી, પરંતુ ભુલથી બીજુ ગીત શરૂ થઈ ગયું હતું. જોકે થોડી જ સેકન્ડ બાદ આ ભૂલને સુધારી લેવામાં આવી હતી અનેરાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું  હતું. આ ઘટના મહારાષ્ટ્રના વાશિમ જીલ્લામાં ઘટી હતી. 


ભારત જોડો યાત્રાનો 71મો દિવસ


કોંગ્રેસની ભારત જોડો યાત્રાનેનો ગુરૂવાર 17 નવેમ્બરે  71મો દિવસ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે સવારે મહારાષ્ટ્રના આકોલા  જીલ્લાથી પાર્ટીની 'ભારત જોડો યાત્રા'નો ફરી આરંભ કર્યો હતો. તમિળનાડુના કન્યાકુમારીથી 7સપ્ટેમ્બર 2022ના રોજ 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કરી હતી. મહારાષ્ટ્રમાં આજે આ યાત્રાનો 11મો દિવસ છે. મહારાષ્ટ્રના પોતુર શહેરથી ગુરુવાર્રે સવારે છ વાગ્યે ફરીથી યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે સાંજે બાલાપુર અને શુક્રવારે સવારે બુલઢાના જીલ્લાના શેવાંગ ગામે પહોંચશે.