Sonia Gandhi Meeting: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષી એકજુટકાને લઈ આજે દેશના ઘણા પ્રમુખ વિપક્ષી નેતાઓ સાથે ડિજિટલ બેઠકનું આયોજન કર્યું હતું. વર્ચુઅલ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત 19 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં સમાજવાદી પાર્ટી સામેલ નથી થઈ.


આ બેઠકમાં કૉંગ્રેસની સાથે ટીએમસી, એનસીપી, ડીએમકે, શિવસેના, જેએમએમ, સીપીઆઈ, સીપીએમ, નેશનલ કૉન્ફ્રંસ, આરજેડી, આઈયૂડીએફ, વીસીકે, લોકતાંત્રિક જનતા દળ, જેડીએસ, આરએલડી, આરએસપી, કેરળ કૉંગ્રેસ મની, પીડીપી, આઈયૂએમએ સામેલ થયા હતા.


આ બેઠકમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા, બદરુદ્દીન અજમલ સહિત ઘણા નેતાઓ બેઠકમાં સામેલ થયા હતા. રાહુલ ગાંધી પણ બેઠકમાં સામેલ થયા હતા.


બેઠકનો ઉદ્દેશ્ય સંસદના તાજેતરમાં જ સંપન્ન મોનસૂન સત્ર બાદ વિપક્ષી એકતા વધુ મજબૂત કરવાનો છે. ચાર સપ્તાહના લાંબા સત્રમાં રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં એક નવો વિપક્ષ જોવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની ઉપસ્થિતિએ સંસદના બંને સદનમાં વિપક્ષને એક કરવાના પ્રયાસને પ્રોત્સાહન આપ્યુ હતુ.


સોનિયા ગાંધીની આ બેઠકને વિપક્ષની વચ્ચે કોંગ્રેસની સ્થિતિને વધુ મજબૂત બતાવવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવેલા પગલાના રૂપે પણ જોવામાં આવી રહ્યુ છે. 9 ઓગસ્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પણ એક ડિનર પાર્ટી રાખી હતી, જેમાં કેટલાક દિગ્ગજ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો.


 


રેપ પીડિતાની ઓળખ જાહેર કરવાનો મામલો, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે રાહુલ ગાંધીની પોસ્ટ હટાવી


દિલ્હી રેપ પીડિતાની ઓળખ જાહેર કરવાના મામલે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે કાર્યવાહી કરી છે. બંને સોશિયલ મીડિયા વેબસાઈટે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પોસ્ટને હટાવી છે. બાલ સંરક્ષણ આયોગે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને આવી પોસ્ટ હટાવવા માટે કહ્યું હતું,જેનાથી રેપ પીડિતા અને તેના પરિવારની ઓળખ જાહેર થાય છે.


રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ફેસબુકને નોટિસ મોકલી નિર્દેશ આપ્યા હતા કે તેઓ રાહુલ ગાંધીના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર દિલ્હી બળાત્કાર પીડિત બાળકીના પરિવારની ઓળખ જાહેર કરવાની પોસ્ટને હટાવવાને લઈ કાર્યવાહી કરે અને આયોગને તેના વિશે જાણકારી આપે.


જણાવી દઇએ કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ (NCPCR) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે પોસ્ટને હટાવવા માટે નોટિસ આપી હતી. અગાઉ ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું અને તેને તેની નીતિઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ અંગે રાજકીય કોરિડોરમાં હંગામો થયો હતો.