Sushil Kumar Shinde: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મનમોહનસિંહ સરકારમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં ભાગ લીધો હતો. આ પૉડકાસ્ટમાં 'ભગવા આતંકવાદ' પર વાત કરી. આ દરમિયાન તેણે કહ્યું કે તે આ શબ્દનો ઉપયોગ કરવા માંગતો નથી.

Continues below advertisement

ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ પી. ચિદમ્બરમે પણ કર્યો હતો. આ પછી યુપીએ-2માં ગૃહમંત્રી રહેલા સુશીલ કુમાર શિંદેએ પણ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ભગવા આતંકવાદને લઇને સુશીલ કુમાર શિન્દેએ કહી આ વાત - આ પૉડકાસ્ટમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ આ મુદ્દા પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેમને ભગવા આતંકવાદ શબ્દના ઉપયોગ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, "તે સમયે રેકોર્ડ પર જે કંઈ આવ્યું હતું, તેમણે એટલું જ કહ્યું હતું. તેમની પાર્ટીએ તેમને કહ્યું હતું કે ભગવા આતંકવાદ થઈ રહ્યો છે."

Continues below advertisement

તેમને આગળ કહ્યું "તે સમયે પુછવામાં આવ્યુ હતુ તો બોલી દીધુ હતુ ભગવા આતંકવાદ, બસ આટલું જ છે, પોતાના નિવેદનમાં આતંકવાદ શબ્દ લગાવ્યો, પરંતુ સાચુ બોલીએ તો કેમ આતંકવાદ શબ્દ લગાવ્યો મને ખબર નથી. લગાવવો ના જોઇતો તો. આ ખોટુ હતુ. ભગવા આતંકવાદ, એવું ન હતુ બોલવું જોઇતુ. આ તે પાર્ટીની વિચારધારા છે, આ પછી ભગવા હોય લાલ કે પછી સફેદ હોય. આવો કોઇ આતંકવાદ નથી હોતો.' 

PM મોદીની પ્રસંશામાં કહી આ વાત PM મોદી સાથે જોડાયેલા સવાલને લઇને તેમને કહ્યું -જ્યારે હું UPA-2 સરકારમાં હતો તે સમય અમને ન હતુ લાગતુ કે ત્રણવાર કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી લેશે, આ ત્રણ વાર પીએમ બની જશે. પરંતુ તે બહુજ હાર્ડ વર્કિંગ છે. બહુજ કષ્ટ લે છે. તે સમયમાં હું હિમાચલનો જનરલ સક્રેટરી હતો, તે પણ જનરલ સેક્રેટરી હતા. જ્યારે તે મુખ્યમંત્રી હતા, હું પણ મુખ્યમંત્રી હતો. જ્યારે હું ઉર્જા મંત્રી હતો તો તે ગુજરાત માટે પાવર માંગવા માટે મારી પાસે જ આવતા હતા. જોકે, અમારે તેમના પર વધુ ટિપ્પણી ના કરવી જોઇએ. તે બીજી પાર્ટી છે.

આ પણ વાંચો

ડીવાય ચંદ્રચૂડ બાદ કઇ રીતે પસંદ કરવામાં આવશે નવા CJI ? જાણો શું હોય છે તેની પ્રૉસેસ