Congress Question For PM Modi On Pulwama Attack: જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઈન્ટરવ્યુમાં કરેલા દાવાને હથિયાર બનાવી હવે કોંગ્રેસ પાર્ટીએ પુલવામા આતંકી હુમલાના મુદ્દે કેન્દ્ર સરકારને વેધક સવાલો પૂછ્યા છે. કોંગ્રેસે કેન્દ્રને સણસણતો સવાલ કર્યો છે કે, CRPF જવાનોને વિમાન કેમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો? કોંગ્રેસે પુલવામા આતંકી હુમલાની તપાસના પરિણામ અંગે પણ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. સત્યપાલ મલિકે 'ધ વાયર' સાથેની મુલાકાત દરમિયાન દાવો કર્યો હતો કે, CRPFએ ગૃહ મંત્રાલયને જવાનોને લઈ જવા માટે વિમાનોની માંગણી કરી હતી, જેના માટે મંજૂરી નહોતી મળી. મલિકના દાવા બાદ કોંગ્રેસ કેન્દ્રમાં આક્રમક અંદાજમાં આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે, આતંકવાદી હુમલાની ધમકી છતાં સૈનિકોને રોડ માર્ગે મુસાફરી કરવાની ફરજ પડી હતી.
'લઘુત્તમ શાસન અને મહત્તમ મૌન'
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર 'લઘુત્તમ શાસન અને મહત્તમ મૌન'નો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ આપવાની જવાબદારી સરકારની છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવાનું યથાવત રાખશે.
પાર્ટીના નેતાઓ પવન ખેડા અને સુપ્રિયા શ્રીનાતે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, વિશ્વગુરુએ લોકશાહીનું એક નવું મોડેલ બનાવ્યું છે જ્યાં લોકશાહીના પ્રતીકો અને ઈમારતો છે. પરંતુ લોકશાહીની માટી હવે ગાયબ થઈ ગઈ છે.
CRPF જવાનોને વિમાન આપવાનો ઇનકાર કેમ કરાયો?
કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે, સીઆરપીએફ જવાનને વિમાન આપવાનો ઈનકાર કેમ કરવામાં આવ્યો હતો? તેમને એરલિફ્ટ કેમ ના કરવામાં આવ્યા? તેમણે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન જૈશની ધમકીઓને કેમ અવગણવામાં આવી? શ્રીનેતે કહ્યું હતું કે, 2 જાન્યુઆરી, 2019 અને 13 ફેબ્રુઆરી 2019 વચ્ચેના આતંકવાદી હુમલાની ચેતવણીની 11 ગુપ્ત માહિતીને શા માટે અવગણવામાં આવી? તેમણે એ પણ પૂછ્યું કે, આતંકવાદીઓ પાસે 300 કિલો આરડીએક્સ ક્યાંથી આવ્યું?
શ્રીનાતે કહ્યું હતું કે, ચાર વર્ષથી વધુ સમય બાદ પણ પુલવામા આતંકી હુમલાની તપાસ ક્યાં પહોંચી? NSA અજીત ડોભાલ અને તત્કાલિન ગૃહમંત્રી રાજનાથ સિંહની જવાબદારી ક્યાં, ક્યારે, કેવી રીતે અને કોણ નક્કી કરશે?
કેન્દ્રએ આનો જવાબ આપવો જોઈએ - ભૂપેશ બઘેલ
સત્યપાલ મલિકના દાવાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કેન્દ્ર સરકારને ઘેરી હતી. સીએમ બઘેલે કહ્યું હતું કે, ભાજપ અને કેન્દ્ર પર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલો દેશની સુરક્ષા અને જવાનોની શહાદત સાથે જોડાયેલો છે. જો તત્કાલીન રાજ્યપાલે આવા નિવેદનો અને આક્ષેપો કર્યા છે તો કેન્દ્રએ તેનો જવાબ આપવો જોઈએ.
Congress : 'પુલવામા હુમલાનો ભોગ બનેલા CRPF જવાનોને વિમાન કેમ નહોતા અપાયા?'
gujarati.abplive.com
Updated at:
15 Apr 2023 10:30 PM (IST)
કોંગ્રેસે કેન્દ્રને સણસણતો સવાલ કર્યો છે કે, CRPF જવાનોને વિમાન કેમ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો?
ફોટોઃ ટ્વિટર
NEXT
PREV
Published at:
15 Apr 2023 10:30 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -