Congress  Chintan Shivir in Udaipur: ઉદયપુરમાં 13-15 મે દરમિયાન યોજાનાર ચિંતન શિબિરમાં 6 એજન્ડાઓ પર ચર્ચા કરવા કોંગ્રેસે 6 અલગ-અલગ સમિતિઓની રચના કરી છે. મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, ભૂપિન્દર સિંહ હુડ્ડા અને અમરિન્દર સિંહ વારિંગ 6 અલગ-અલગ સમિતિઓના કન્વીનર બનશે.  ત્રણ દિવસીય સત્રમાં દેશભરમાંથી લગભગ 400 કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે. 


કઈ છે કમિટી છે કોંગ્રેસની



  • પોલિટિકલ

  • સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેંટ

  • ઈકોનોમી

  • ઓર્ગોનાઇઝેશન

  • ફાર્મર્સ એન્ડ એગ્રીકલ્ચર

  • યુથ એન્ડ એમ્પાવરમેંટ


ગુજરાતમાંથી કોનો સમાવેશ


છ કમિટીમાંથી માત્ર એક જ કમિટીમાં ગુજરાત કોંગ્રેસના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાર્મર્સ એન્ડ એગ્રીકલ્ચર કમિટીમાં શક્તિસિંહ ગોહિલનો સમાવેશ કરાયો છે. આ સિવાય એક પણ કમિટીમાં ગુજરાત કોંગ્રેસના નેતાને સ્થાન મળ્યું નથી.




પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં જોડાવા અંગે પાર્ટીમાં અવઢવ યથાવત, સોનિયા ગાંધીએ હવે આ નિર્ણય લીધો


2024માં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી પોતાની કામગીરી શરુ કરી દીધી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે આ પહેલાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે પ્રઝેન્ટેશન રજુ કર્યું હતું. આ પ્રઝેન્ટેશનમાં આવનારી લોકસભા ચૂંટણી મુદ્દે પ્રશાંત કિશોરે પોતાની વ્યુહરચના રજુ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે પ્રશાંત કિશોરના આ પ્રઝેન્ટેશન પર વિચારણા કરવા માટે સોનિયા ગાંધીએ એક કમિટી બનાવી હતી. આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટીને સોંપી દીધો છે. જો કે પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે કે નહી તે અંગે હજી સ્પષ્ટતા થઈ શકી નથી.


હવે આજે સોનિયા ગાંધીએ વધુ એક આંતરિક જૂથ- સશક્તિકૃત એક્શન ગ્રૂપ 2024ની (The Empowered Action Group-2024) રચના કરી છે. આ ગ્રૂપ આવનારા રાજકીય પડકારોનો સામનો કઈ રીતે કરવો તે માટેની તૈયારી રુપે બનાવામાં આવ્યું છે. જો કે,આ ગ્રૂપની રચના અને તેના સભ્યોની માહિતી હજી સુધી જાહેર નથી કરવામાં આવી.