UP News: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' યોજી એક તરફ ભાજપ પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રાંતીય અધ્યક્ષ અજય રાયે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભારત જોડો યાત્રા સાથે સોનભદ્ર પહોંચેલા અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અભદ્ર શબ્દો કહ્યાં હતાં. જેને લઈને વિવાદ ઉભો થયો છે. 


અજય રાયે પોતાના નિવેદનમાં સ્મૃતિ ઈરાનીને લઈને કહ્યું હતું કે, તે અમેઠીમાં પોતાના લટકા ઝટકા દેખાડવા માટે આવે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, અમેઠી રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓનો ગઢ રહ્યો છે અને રહેશે. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે અને જીતશે. અજય રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2024ની ચૂંટણીમાં બનારસ સીટ પરથી હરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને બનારસથી હરાવશે. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી. 


પ્રાંત પ્રમુખ અજય રાય આજે ભારત જોડો યાત્રા સાથે સોનભદ્ર પહોંચ્યા હતા. પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશ અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી નફરતને ખતમ કરવા અને અત્યાચાર સામે કન્યાકુમારીથી કાશ્મીર સુધી પ્રતિદિન 100 કિલોમીટરથી વધુ પગપાળા ચાલી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં રસ્તા પર આવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાને મોટા પાયે જન સમર્થન મળી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ગબ્બર સિંહ જીએસટી લગાવીને વેપારીઓને ત્રાસ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી વેપારીઓની સાથે અડગ છે.


અજય રાયે કહ્યું કે... 


એટલું જ નહીં, અમેઠીમાં રાહુલ ગાંધીના ચૂંટણી લડવાના સવાલ પર અજય રાયે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને લઈને અશોભનિય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાની અમેઠીમાં પોતાના લટકા ઝટકા બતાવવા માટે આવે છે. પરંતુ અમેઠી રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓનો ગઢ રહ્યો છે અને રહેશે. અજય રાયે 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બનારસ સીટ પરથી હરાવવાનો ખુલ્લો પડકાર આપતા કહ્યું કે હું તેમને બનારસમાં હરાવીશ.


જ્યારે ભાજપે તેની સખત નિંદા કરી હતી. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ધરમવીર તિવારીએ કહ્યું હતું કે, જેના નેતા સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા છે, તેઓ કેવી રીતે ચૂંટણી લડશે? સ્મૃતિ ઈરાની પર માત્ર કોંગ્રેસના લોકો જ આ પ્રકારની અશોભનિય વાતો કરી શકે છે કારણ કે, કોંગ્રેસ મહિલાઓનું સન્માન નથી કરતી.