ચંદીગઢ: કૉંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દીપેંદ્ર હુડ્ડા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. દીપેંદ્ર હુડ્ડા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેંદ્ર હુડ્ડાના પુત્ર છે. પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતા દીપેંદ્ર હુડ્ડાએ લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરોની નિર્દેશઅનુસાર અન્ય ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તમારા બધાની દુઆઓથી જલ્દી સ્વસ્થ થઈ તમારી વચ્ચે પરત ફરીશ. જે લોકો છેલ્લા થોડા દિવસોમા મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ આઈસોલેટ થઈ જાય, પોતાનો ટેસ્ટ કરાવે.



કોરોના સંક્રમિતોની કુલ સંખ્યાના મામલે ભારત હવે બ્રાઝિલથી આગળ નીકળી ગયુ છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 90,632 નવા કોરોના સંક્રમિતો આવ્યા, અને હવે કુલ સંક્રમિતોની સંખ્યા 41 લાખ પર પહોંચી ચૂકી છે. જ્યારે બ્રાઝિલમાં 40 લાખની નજીક કોરોના દર્દીઓ છે. આ રીતે કોરોના કેસોમાં ભારત બીજા સ્થાન પર પહોંચી ગયુ છે.