ઈડીએ આ મામલે શુક્રવાર અને શનિવારે તેમની 13 કલાક પૂછપરછ કરી હતી. ઈડીએ કોંગ્રેસ નેતા પર PMLA, 2002નો ઉલ્લંઘન કરીને હવાલા કારોબારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
શિવકુમારે તેમની ધરપકડ બાદ ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી પર વ્યંગ કર્યો હતો. તેમણે લખ્યું, હું બીજેપીના મિત્રોને અભિનંદન આપવા માંગું છું. આખરે તેઓને મારી ધરપકડ કરાવવામાં સફળતા મળી છે. આઈટી અને ઈડીના મારી સામે નોંધવામાં આવેલા મામલા રાજનીતિ પ્રેરિત છે. હું બીજેપીની બદલાની રાજનીતિનો શિકાર બન્યો છું.
તેમણે અન્ય ટ્વિટ કરીને લખ્યું, હું મારી પાર્ટી કાર્યકર્તાઓ અને સમર્થકોને અપીલ કરું છું કે નિરાશ ન થાવ. મેં કંઈ ખોટું કર્યું નથી. મને ઈશ્વર અને દેશની ન્યાયપાલિકા પર ભરોસો છે.