લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું.


આ પહેલા બીજેપી સાંસદ અને પ્રવક્ત અનિલ બલૂનીએ ટ્વિટ કર્યું હતું. બલૂનીએ ટ્વિટ કર્યું કે આજે કોઈ મોટી હસ્તી બીજેપી ચીફ નડ્ડાની હાજરીમાં પાર્ટી જોઈન કરનાર છે.


જિતિન પ્રસાદની રાજનીતિક સફર


ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી જિતિન પ્રસાદના પિતા સ્વર્ગીય જિતેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. દિલ્હી યૂનિવર્સિટીથી બીઓમ કરનાર જિતિન પ્રસાદને કોંગ્રેસમાં વર્ષ 2011માં યુવા કોંગ્રેસ સવિચના પદની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ 2004માં લોકસભા ચૂંટણીમાં જિતિન પ્રસાદ પોતાની ગૃહ સીટ શાહજહાંપુરથી જીતીને લોકસભા પહોંચ્યા હતા. વર્ષ 2008માં જિતિન પ્રસાદને મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રી રાજ્ય સ્ટીલ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.


ત્યાર બાદ જિતિન પ્રસાદ 2009ની ચૂંટણીમા યૂપીની દૌરહરા સીટથી જીતીને લોકસભા ગયા. પરંતુ ત્યાર બાદ 2014 અને 2019ની લોકસભા ચૂંટમીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના દૌરહરા સીટથી ત્રીજા નંબર પર રહ્યા હતા.


નોંધનીય છે કે, જિતિન પ્રસાદ ઘણાં લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. તે એવા 23 નેતાઓમાં સામેલ હતા જેમમે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પ્રસાદ યૂપી કોંગ્રેસમાં મોટી જવાબદારી ઇચ્છતા હતા પરંતુ તેમણે પાર્ટીમાં અવગણવામાં આવી રહ્યા હતા.


જિતિન પ્રસાદને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના ગણવામાં આવતા હતા. પરંતુ કેટલાક સમયથી તે કોંગ્રેસમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. હાલ એવી પણ ચર્ચા થઈ રહી છે કે પ્રિયંકા ગાંધીના આવ્યા પછી જિતિન પ્રસાદને સાઈડલાઈન કરવામાં આવ્યા. પાર્ટીના કાર્યક્રમોમાં પણ તેમને ઓછા બોલાવવામાં આવતા હતા. જોકે તેમણે ક્યારેય તેને લઈને ખુલીનો વિરોધ કર્યો ન હતો પરંતુ સતત પાર્ટીથી નારાજ હોવાના સંકેત આપી રહ્યા હતા.