શોધખોળ કરો

કોંગ્રેસના પાર્લામેન્ટ્રી પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Sonia Gandhi: કોંગ્રેસ પાર્ટી તરફથી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીને રવિવારે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, તેમને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલના ગેસ્ટ્રોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે.

કોંગ્રેસ પાર્ટી તરફથી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને નિયમિત આરોગ્ય તપાસ અને સારવાર માટે સમયાંતરે હોસ્પિટલમાં જતા રહ્યા છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમની સારવાર ચેસ્ટ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર, તે સમયે તેમને શ્વસન વાયરલ ચેપ હતો. જેની સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત ફરી એકવાર લથડી છે. 

તેમને 7 જૂને શિમલાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

78 વર્ષીય સોનિયા ગાંધીને અગાઉ કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે 7 જૂને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (IGMC) દાખલ કરવામાં આવ્યા હતા.

સોનિયા ગાંધી અને રાહુલ પર EDના મોટા આરોપો

ત્યાં ડોકટરોની એક નિષ્ણાત ટીમે તેમનું રૂટિન ચેકઅપ કર્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે ઘણી વખત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વર્ષ 2022માં પણ તેમને બે વાર દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ અને વાયરલ તાવ અને પછી કોરોનાનો ચેપ લાગવાને કારણે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.                                                            

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget