પ્રિયંકા ગાંધીએ કહ્યું મને ઘેરી લેવામાં આવી અને મને ધક્કો લગાવવામાં આવ્યો હતો. આગળ જઈ ફરી મને પકડવામાં આવી તો હું એક કાર્યકર્તાના ટૂ-વ્હીલર પર નિકળી હતી. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની ગાડીને રોકી લીધી હતી. ત્યારબાદ તેઓ ચાલીને દારાપુરીને ઘરે પહોંચ્યા હતા. સ્કૂટી પર સવાર પ્રિયંકા ગાંધી અને ગાડી ચલાવી રહેલા કૉંગ્રેસ નેતાએ હેલ્મેટ નહોતી પહેરી. જેને લઈને પોલીસે દંડ ફટકાર્યો છે.
પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ ન પહેરવા પર સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યાં હતા. ત્યારબાદ લખનઉ ટ્રાફિક પોલીસે તે સ્કૂટીનો 6100 રૂપિયાનો મેમો ફાડ્યો છે. આ મેમો હેલ્મેટ ન પહેરવાનો લઈને ફાડવામાં આવ્યો છે.